<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

સુરતથી સોમનાથ સાયકલ યાત્રિકો પહોંચ્‍યા

(ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ, તા. ર૩: સુરતના પીપલોદ યુવક મંડળ દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી સુરતથી વીરપુર સુધીની સાયકલ યાત્રા પ્રતિવર્ષ ૧પ ડીસેમ્‍બરે યોજે છે. ૬૩૦ કીલોમીટરની આ સાયક યાત્રાના સાયકલ સ્‍વારો શૈલેષ પટેલ, અંકુર પટેલ, જીજ્ઞેશ પટેલ, ધર્મેશ પટેલ સહિત દસ સાયકલ સ્‍વારોએ આ વર્ષે તેની યાત્રા સોમનાથ સુધી લંબાવી હતી.

જેઓ સોમનાથ દર્શને આવી પહોંચતા સોમનાથ ખાતે પ્રભાસના અગ્રણીઓ નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ જયદેવ જાની, સુરૂભા જાડેજા, શૈલેષ ગૌસ્‍વામી, શકિતસિંહ  મિલન જોશી સહિત સર્વેએ સાયકલયાત્રાને બિરદાવી હતી.

આ સાયકલ યાત્રાનો રૂટ સુરત-સારંગપુર-ઘેલા સોમનાથ-વીરપુર-ખોડલધામ-સોમનાથ રહયો છે.

સાયકલ યાત્રામાં બે સ્‍વારો સાયકલ રીપેરીંગ સાધનો, પંચર કરવા, મેડીકલ કીટ, સાયકલ રીપેરીંગ જાણકારી ધરાવતા હોય છે.

વીરપુરથી સોમનાથ નોન-સ્‍ટોપ સાયકલીંગ કરાયું જેમાં સવારે ૪-૩૦ વાગ્‍યે ઉપડી સાંજે પ-૩૦ વાગ્‍યે સોમનાથ પહોંચાયું હતું.  આ યાત્રા તા. ૧પ-૧ર-ર૪ થી શરૂ થઇ હતી જે તા. ર૧-૧ર-ર૪ ના રોજ સોમનાથ પહોંચી હતી.

(12:15 PM IST)