તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 23rd December 2024
કોડીનારના યુવાનોના ગ્રુપે મૂળ દ્વારકાથી દ્વારકા સુધી સાયકલ યાત્રા યોજી શાંતિનો સંદેશ પાઠવ્યોઃ ૩૬ કલાકમાં ૨૮૫ કી.મી ચાલ્યા

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.૨૩ :.. ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાના સોમનાથ સાઈકલિંગ ગ્રુપ દ્વારા ફિટ ઇન્ડિયા અભિયાનને આધીન રાખી મૂળ દ્વારકા કોડીનાર થી બેટ દ્વારકા સુધીની સાહસિક સાઈકલ યાત્રાનો તાલુકા ના આગેવાનો અને મહંતો દ્વારા મૂળ દ્વારકા ખાતે દ્વારકાધીશ ભગવાનના મંદિરે થી આંરભ કરવામાં આવ્યો છે.જે કોડીનાર ના પીપળી ગામના સાયકલ લિસ્ટ યુવાનો દ્વારા માત્ર ૩૬ કલાકમાં ૨૮૫ કી.મી નું અંતર કાપી દ્વારકાધીશના દર્શન કરી સાયકલ યાત્રા પૂર્ણ કરી હતી.
પીપળી ગામના યુવાનોનો સાહસિક ઈતિહાસ જોઈએ તો તે લોકો દ્વારા છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ ધાર્મિક સ્થળોએ કોડીનાર થી સાયકલ લઇ અને યાત્રા કરી દર્શન કરી શીશ ચુકાવી દેશની શાંતિ માટે અને કોડીનાર ની પ્રગતિ માટે ઙ્કાર્થનાઓ કરે છે ત્યારે ફરી એકવાર આ યુવાનોએ ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ માત્ર દોઢ દિવસમાં ૨૮૫ કિલોમીટરનું અંતર કાપીને મૂળ દ્વારકા થી દ્વારકા સુધીની સાહસિક સાઇકલ યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ કરી એક ઈતિહાસ સર્જ્યો છે.
આ અભૂતપૂર્વ યાત્રામાં જિલ્લા પંચાયતના સદસ્ય અને ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિલીપભાઈ મોરી, કોડીનાર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ ગોહિલ, દ્વારકા પીએમશ્રી પ્રાથમિક શાળાના આચાર્ય અજીતસિંહ નકુમ, પ્લાસ વલ્ડ ગ્રુપના નરેન્દ્રસિંહ ગોહિલ, LIC MDRT ક્લબના સભ્ય જયેશભાઈ ગોહિલ, રાજમોતી ગ્રુપ ટાફે શોરૂમના મેનેજર રોહિતસિંહ ગોહિલ, અને કોડીનાર હેલ્થ કર્મચારી રણજીતસિંહ ગોહિલ સહિતના યુવાનોએ સાઇકલ ચલાવવાની ઉત્સાહભરી ભાગીદારી કરી.
યાત્રાના અંતે સેવાઓ માટે આભાર
યાત્રા દરમિયાન ગોપાલસિંહ ગોહિલ અને સુભાષ ગોહિલ સતત સેવા માટે હાજર રહ્યા. માંગરોળથી પોરબંદર સુધી રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા રાજમોતી ગ્રુપના ઓનર રવિસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી. દ્વારકા ખાતે છારા ગામના સરપંચ અજીતભાઈ, ઉપસરપંચ ભરતભાઈ, અને માજી સરપંચ કાળુભાઈ ચંડેરા દ્વારા સુંદર વ્યવસ્થાઓ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
