તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 23rd December 2024
કચ્છમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા : 3.7 તીવ્રતાનો ભૂકંપ
ભૂકંપનું કેન્દ્રબિંદ કચ્છના લખપતથી 76 કિમી દૂર ઉત્તર- ઉત્તર પૂર્વમાં

કચ્છમાં 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ગુજરાત ISR એ જણાવ્યું કે, સોમવારે સવારે 10.44 વાગે કચ્છમાં 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદ કચ્છના લખપતથી 76 કિમી દૂર ઉત્તર- ઉત્તર પૂર્વમાં છે.
આ મહિનામાં જિલ્લામાં ત્રણથી વધુની તીવ્રતા સાથેનો આ બીજો ભૂકંપ છે. અગાઉ 7 ડિસેમ્બરે જિલ્લામાં 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ગયા મહિને 18 નવેમ્બરે કચ્છમાં ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના ત્રણ દિવસ પહેલા 15 નવેમ્બરે ઉત્તર ગુજરાતના પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તમને જણાવી દઈએ કે ગુજરાત ધરતીકંપનું ઉચ્ચ જોખમ ધરાવતું ક્ષેત્ર છે. રાજ્યમાં છેલ્લા 200 વર્ષમાં નવ મોટા ભૂકંપ આવ્યા છે. 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલો કચ્છનો ભૂકંપ છેલ્લા બે દાયકામાં ભારતમાં આવેલો ત્રીજો સૌથી મોટો ભૂકંપ હતો.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
