News of Monday, 23rd December 2024
જુનાગઢ દાણાપીઠની દુકાનમાં ચોરી કરનાર ઝડપાઇ ગયો

જુનાગઢ, તા. ર૩ : એ.ડી.વી.પો. સ્ટે. રજી. થયેલ જેમાં આ કામનેના ફરીયાદીનો વિવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ કિ. રૂા. ર૦૦૦૦ તથા સાહેદનો તેલનો ડબ્બાના કિ. રૂા. ર૦પ૦/-ની દાણાણીઠ વિસ્તારમાં આવેલ અલગ અલગ દુેકાનોમાંથી કોઇ અજાણ્યા ઇસમએ ચોરી કરેલ.
હકીકકત મળેલ કે એજાજ ઉર્ફે એજલો ઈસ્માલશા રહે. સુખનાથ જુના તાલુકા પોલીસ સ્ટેશન પાસે વાળો જે સીસીટીવી ફુટેઝમાં દેખાય છે તે આ મોબાઇલ તથા તેલનો ડબ્બો પોતાના મકાનમાં છુપાવી રાખેલ જે બાતમી હકિકત આધારે તપાસ કરતા આ એજાજશા ઇસ્માઇલશા રફાઇના ઘરેથી ચોરીના ગયેલ તેલનો ડબ્બો તથા મોબાઇલ તથા અન્ય બે મોબાઇલ મળી આવેલ જે તમામની કિ. રૂા. ૪ર૦પ૦ હોય જે ચોર ઇસમને સદર મુદ્દામાલ સાથે પો. સ્ટે. લાવી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
એ.ડીવી. પો. સ્ટે. ના પો. ઇન્સ. બી.બી.કોળી તથા પો. ઇન્સ. એમ.સી. ટેલ તથા પો. સબ ઇન્સ. વાય.એન. સોલંકી તથા નેત્રમ શાખના પો. સબ ઇન્સ. પી.એસ.મશરૂ તથા પો. હેડ કોન્સ. ટી.બી. સિંધવ તથા પો. કોન્સ. કલ્પેશભાઇ ગેલાભાઇ તથા પો. કોન્સ. વિક્રમભાઇ મનસુખભાઇ તથા પો. કોન્સ. નરેન્દ્રભાઇ નારણભાઇ તથા પો. કોન્સ. જુવાનભાઇ રામભાઇ તથા પો. કોન્સ. જયેશભાઇ પ્રતાપભાઇ તથા પો. કોન્સ. ધર્ર્મેશભાઇ વાઢેળ તથા પો. કોન્સ. નિલેષ રાતીયા તથા પો. કોન્સ. વિક્રમભાઇ નારણભાઇ તથા નેત્રમ શાખાના પો. સ્ટાફ સાથે રહી કામગીરી કરેલ છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
