<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

શ્રીમદ્‌ભાગવત સપ્તાહ અમૃત સમાનઃ પૂ. રમેશભાઇ ઓઝા

જેતપુરમાં હિરપરા પરિવાર દ્વારા ‘પૂ. ભાઇશ્રી' ના વ્‍યાસાસને કથાનો પ્રારંભઃ પૂ. માધવપ્રિયદાસજી સ્‍વામી, રાઘવજીભાઇ પટેલ, જયેશભાઇ રાદડીયા સહિતના ઉપસ્‍થિત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૩ :..  અગ્રણી ઉદ્યોગપતી રાજુભાઈ પટેલ જયશ્રી ગળપ હીરપરા પરીવાર દ્વારા ભવ્‍યાતી ભવ્‍ય શ્રીમદ ભાગવત સપ્તાહ ગત રોજ થી પ્રારંભ થયો. પોથીયાત્રા બપોરે ૨ કલાકે રાસ મંડળી, કળશધારી ંકુમારીકાઓ, બેન્‍ડવાઝા, કીર્તન મંડળી, બગીઓ ઉપર પુષ્‍પવર્ષા સાથે ધામ ધુમથી કથા સ્‍થળ શ્નવળંદાવન'બાલકળષ્‍ણ ફાર્મ, નેશનલ હાઇવે, પેઢલા પહોંચેલ. ત્‍યાં ઉપસ્‍થીત તમામ રાજયના કળષી મંત્રી રાધવજીભાઈ પટેલ, ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયા, વૈષ્‍ણવાચાર્ય શ્રી બાલકળષ્‍ણલાલજી મહોદય (મોટી હવેલી) શ્રી પ્રિયંકરાયજી મહોદય, શ્રી માધવ પ્રિયદાસજી સ્‍વામી (એસ.જી.વી.પી.-છારોડી) તથા સંતો મહંતો, હિરપરા પરિવારના મોભીઓ ના કરકમલો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ.

એસ.પી.કે.એમ. ના છાત્રાઓ દ્વારા સ્‍વાગત રાસ રજુ કરવામાં આવેલ. બાદ છારોડી એસ.જી.વી.પી. ના સ્‍વામી શ્રી માધવપ્રિયદાસજી સ્‍વામીએ પ્રાસંગોચીત ઉદ્વબોધનમાં જણાવેલ કે, આ વિરાટ આયોજન માટે હું હિરપરા પરીવારના તમામ બહેનોનો જો સહકાર ન હોય તો કયારે પણ સફળ ન બની શકે માટે માતળ શકિતને હું આ મંચ પરથી વંદન કરૂ છું. આ વ્‍યાસપીઠ એ માત્ર બેસવાની જગ્‍યા નથી પરંતુ દધી મંથનનું વલોણું છે, શાષાોનું વલોણું છે, પુ. ભાઈશ્રી શાષાોનું મંથન કરી આપણને માખણ રૂપી જ્ઞાન પીરશે છે.

તપોમય વ્‍યાસાસને વિદ્યવાન ભાગવતાચાર્ય મનિષી વક્‍તા શ્રી પુ. ભાઇશ્રી રમેશભાઈ ઓઝા બિરાજી પોતાની સંગીતમય શૈલીમાં કથાનો પ્રારંભ કરેલ. આ ભાગવત એ અમળત છે ભગવાને ઉપાય બતાવ્‍યો પણ દેવ અને દાનવોએ ભેગા થઇ ને મંથન કર્યુ. અમળત એમ જ પ્રાપ્ત થતું નથી. માટે અમળતની આશા રાખી કરવામાં આવેલ મંથનમાં ઙ્કથમ તો વિષ જ નીકળ્‍યુ હતુ. અને તે વિષ ધારણ કરવા ભગવાને નિલકંઠનું સ્‍વરૂપ ધારણ કર્યુ. આ કર્મ થી કુર્મ પુરાણ રચાયુ. ભગવાનના ૧૪ અવતારોમાંથી પુરાણ રચાયા છે જેમ કે, મત્‍સય પુરાણ, વરાહ પુરાણ, નરસીંહ પુરાણ, નારદ પુરાણ વિગેરે. ભાગવતમાં જીવનના દરેક ક્ષેત્રની આવરી લેવામાં આવ્‍યા છે. રાજનીતી પણ છે. અને ફુટ નીતી પણ છે. ભગવાન પાસે કયારે પણ કંટાળીને મળત્‍યુ ન માંગવું જોઇએ તેની પાસે બધાનો હિસાબ હોય છે.

કથા શ્રવણ કરવા શહેરના ડાઇંગ એન્‍ડ પ્રિન્‍ટીંય એશો. પ્રમુખ જયંતીભાઈ રામોલીયા, ખોડલધામ ટ્રસ્‍ટના વસંતભાઈ ગજેરા (સુરત) મનસુખભાઈ ખાચરીયા, સંજયભાઈ વેકરીયા, ગોરધનભાઇ ધામેલીયા સહીત ના આગેવાનો ઉપસ્‍થીત રહ્યા હતા.

(1:52 PM IST)