<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

ચોટીલાના નવાગામની વાડીમાંથી ૩૧ લાખના દારૂ સાથેનું ટેન્‍કર ઝડપી લેતી એસએમસી

વિજય ચૌહાણ ઝડપાયોઃ નાસી છુટેલા ૧૦ની શોધખોળ : ટેન્‍કર અને દારૂ કટીંગ માટે આવેલા બે વાહનો સહિત ૬૬ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ, તા.,ર૩: ડીસેમ્‍બર  ૩૧ મીએ ઠેર ઠેર યોજાતી નવા વર્ષને વેલકમ કરતી પાર્ટીઓમાં ગેરકાયદે દારૂની રેલમછેલ હોય છે. આ વર્ષે પણ પ્‍યાસીઓએ ઉજવણીની તમામ તૈયારીઓ કરી લીધી છે. આ વચ્‍ચે સ્‍ટેટ મોનીટરીંગ સેલની ટુકડીના પીએસઆઇ એસ.વી. ગલચરે ચોટીલાના નવાગામ ખાતે આવેલા કમલેશ ભીમજીભાઇ ધોળાની વાડી ઉપર પુર્વ બાતમીના આધારે દારૂના કટીંગ વખતે દરોડો પાડી  ૩૧ લાખની કિંમતનો પ,૪૩૩ બોટલ દારૂ ઝડપી લીધો હતો.

એસએમસીની ટુકડીએ વિજય મગનભાઇ ચૌહાણની અટકાયત કરી છે. જયારે ૧૦ની શોધખોળ આદરી છે. જી.જે. ૧ર બીટી ૯૮ર૯ નંબરનું ટાટા કંપનીનું ટેન્‍કર જીજે-૧૩ એકસ ૬૦ર૮ નંબરની મહિન્‍દ્રા પીકઅપ જીપ અને નંબર વગરનું અશોક લેલેન્‍ડ દોસ્‍ત સહીત ૩ વાહનો સહિત ૬૬ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો છે.

રાજુ સિવા પરાલીયા નામના ગુંદા ગામના શખ્‍સે દારૂ મંગાવ્‍યો હતો અને તેનું કટીંગ કરાવી રહયો હતો. ચતુર શીવા પરાલીયા રાહુલ બાબરીયા, મુકેશ હકાભાઇ કોળી, વાહનોના ડ્રાઇવરો અને ગેરકાયદે દારૂનો જથ્‍થો મોકલનાર સહીત ૧૦ની શોધખોળ આદરવામાં આવી છે.

(2:02 PM IST)