<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

ગોંડલમાં એમડી ડ્રગ્‍સના જથ્‍થા સાથે બે પકડાયા

જેતપુરનો ધીરજ અને સમીર એમડી ડ્રગ્‍સનો જથ્‍થો રાજકોટની મહિલા પાસેથી લઇ જેતપુર જતા'તા ને રૂરલ એસઓજીએ ઝડપી લીધા : પકડાયેલ બંન્ને શખ્‍સો ડ્રગ્‍સના બંધાણી સાથે વેચાણ કરતા હોવાની પોલીસને શંકાઃ રાજકોટની મહિલાની શોધખોળ

તસ્‍વીરમાં પકડાયેલ બંન્ને શખ્‍સો ડ્રગ્‍સના જથ્‍થા સાથે નજરે પડે છે.

રાજકોટ તા.૨૩: ગોંડલમાં રૂરલ એસઓજીએ જેતપુરના બે શખ્‍સોને એમડી ડ્રગ્‍સના જથ્‍થા સાથે ઝડપી લીધા હતા બંન્ને શખ્‍સો રાજકોટની મહિલા પાસેથી ડ્રગ્‍સનો જથ્‍થો લઇ જેતપુર જતા હતા ત્‍યારે ગોંડલ પાસે પોલીસે બંન્ને દબોચી લીધા હતા.

ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિંમકર સિંહ દ્વારા જીલ્લામાં એન.ડી.પી.એસ. એકટ મુજબના વધુમાં વધુ કેસો કરવા સુચના આપેલ હોય, જે અનુસંધાને એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્‍સપેક્‍ટર એક.એ.પારગી તથા પો.સબ.ઇન્‍સ. બી.સી.મીયાત્રા સ્‍ટાફ સાથે ગોંડલ શહેર વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્‍યાન એ.એસ.આઈ જયવિરસિંહ રાણા, ઇન્‍દ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્‍સ પ્રહલાદસિંહ રાઠોડ તથા અરવિંદભાઈ દાફડાને સંયુક્‍ત રીતે ખાનગી રાહે હકિકત મળેલ કે, ધીરજ ચંદ્રશેખરભાઇ સિંગ તથા સમીર સલીમભાઇ દલ રહે બન્ને જેતપુર વાળા એક્‍ટીવા મોટરસાયકલ નંબર જીજે-૦૩એનઇ-૨૪૭૩ વાળામાં ગેરકાયદેસર રીતે નશાકારક પાવડરનો જથ્‍થો રાખી રાજકોટથી જેતપુર તરફ જનાર હોય, તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકિકત આધારે ગોંડલ આશાપુરા ચોકડી ખાતે વોચ તપાસ ગોઠવી રેઇડ કરતા બન્ને ઇસમના કબ્‍જામાંથી મેફેડ્રોન નશાકારક પાવડર મળી આવતા ગોંડલ સિટી બિ ડી.વી પો.સ્‍ટે ખાતે એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુન્‍હો રજીસ્‍ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી ધીરજ ચંદ્રશેખરભાઈ સિંગ ઉ.વ.-૨૧ ધંધો-મજુરી રહે જેતપુર ગુજરાતીની વાડી ભાવીકનગર બ્‍લોક નં-૧ તથા સમીર સલીમભાઇ દલ ઉ.વ.-૨૦ ધંધો-પ્રા.નોકરી રહે જેતપુર ગુજરાતી ની વાડી ભાવીકનગરના કબ્‍જામાંથી પાવડર મેફેડ્રોન ૨.૯૩૦ ગ્રામ જેની કિંમત રૂપીયા ૨૯૩૦૦/-, એક્‍ટીવા કિંમત રૂપીયા-૮૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૨ કિંમત રૂપીયા-૧૦,૦૦૦ મળી કુલ ૧,૨૭,૮૦૦નો મુદામાલ કબ્‍જે કરાયો હતો.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ પકડાયેલ જેતપુરના બન્ને શખ્‍સો ડ્રગ્‍સના બ઼ધાણી છે અને સાથે ડ્રગ્‍સનું વેચાણ કરતા હોવાની પણ શંકા છે. બંન્નેએ રાજકોટની મહિલા પાસેથી ડ્રગ્‍સનો જથ્‍થો લાવ્‍યાની કબુલાત આપતા પોલીસે રાજકોટની મહિલાની શોધખોળ હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓ.જી.ના સંજયભાઇ નીરંજની, અમિતભાઇ કનેરીયા, હે.કોન્‍સ. પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઇ વેગડ, હિતેશભાઇ અગ્રાવત, અરવિંદભાઇ દાફડા, શિવરાજભાઇ ખાચર, પો. કોન્‍સ. વિજયગીરી, ગૌસ્‍વામી, ચીરાગભાઇ કોઠીવાર, રઘુભાઇ ઘેડ તથા ડ્રા. પો. હેડ કોન્‍સ. નરશીભાઇ બાવળીયા જોડાયા હતા.

(2:19 PM IST)