<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

મોરબીમાં બેફામ સ્‍કોર્પીયો ચલાવી ઉધમમચાવનાર શખ્‍સને કાયદાનું ભાન કરાવતી પોલીસ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૨૩: મોરબીમાં સામાકાંઠે ગઈકાલે બેફામ સ્‍કોર્પિયો ચલાવીને ઉધમ મચાવનારા શખ્‍સને પોલીસે પકડી પાડી સમગ્ર ઘટનાનું રીકન્‍સ્‍ટ્રકશન કરાવ્‍યું હતું. પોલીસે આ ગંભીર બનાવની નોંધ લઈ આરોપીને કાયદાનું બરાબર ભાન કરાવ્‍યું હોય આરોપી ચાલી પણ માંડ શકતો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઉમા ટાઉનશીપ રોડ ઉપર ગઈકાલે રાત્રે જીજે - ૧૧ - બીએચ - ૦૦૦૫ નંબરના સ્‍કોર્પિયો ગાડીના ચાલકે બેફામ ગતિએ સ્‍કોર્પિયો ચલાવી એક એકટીવા અને એક લારીને ઝપટે લઈ નુકશાન કર્યું હતું તેમજ ફરિયાદી દિલીપભાઈ રસિકભાઈ મહેતા તથા અન્‍ય લોકો સાઈડમાં ખસી જતા માંડ બચ્‍યા હતા. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે દિલીપભાઈની ફરિયાદને આધારે જોખમી રીતે કાર ચલાવી નીકળી બાદમાં અકસ્‍માત સર્જી નાસી ગયેલા સ્‍કોર્પિયો ચાલક વિરુદ્ધ ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી હતી.

ત્‍યારબાદ આ કાર ચાલક મનીષ ઉર્ફે મુન્નો પ્રશાંત રાવલ ઉ.વ. ૪૪ હરિઓમ પાર્ક મોરબીવાળાની પોલીસે ધરપકડ કરી છે. ઉપરાંત પોલીસે આ શખ્‍સને ઉમા ટાઉનશિપ પાસે સ્‍થળ પર લઈ જઈ રી કન્‍સટ્રકશન કરાવ્‍યું હતું. વધુમાં આ શખ્‍સ ત્‍યારે ચાલી પણ માંડ શકતો હોય, લોકોએ પોલીસની ત્‍વરિત કાર્યવાહીને બિરદાવી છે.

(2:12 PM IST)