<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

શિયાળાની સિઝન દરમિયાન ગોંડલ યાર્ડમાં ફળોના ભાવમાં જાણો શું થયા ફેરફાર

સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી થાય છે

ગોંડલ :વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ વિશેની માહિતી આપીશું.

આજે ગોંડલ માર્કેટિંગયાર્ડમાં મોસંબીનો ભાવ 600થી 1000, જામફળ 400થી 700, દાડમ 800થી 2200, સફરજન 1600થી 2400, ટેટી 400થી 800, બોર 600થી 1500, કેળા 450થી 600 અને સંતરા 1000થી 3000 જોવા મળ્યો છે.

(8:54 PM IST)