<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th December 2024

ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ આદિજાતિ વિકાસ મંડળની બેઠકનો બહિષ્કાર કર્યો

ભરૂચમાં પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં યોજાઇ હતી આદિજાતિ વિકાસ મંડળની બેઠક.

ભરૂચના સાંસદ મનસુખભાઈ  વસાવાએ આદિજાતિ વિકાસ મંડળની બેઠકનો બહિષ્કાર કર્યો છે. આજે ભરૂચમાં પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી 

    પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી ભરૂચના સાંસદ મનસુખભાઈ  વસાવાએ નારાજગી વ્યક્ત કરી હતી. ઝઘડીયા, વાલીયા અને નેત્રંગ તાલુકામાં ગુજરાત પેટર્નના કામોમાં સાંસદે સુચવેલા કામોમાંથી મોટાભાગના કામો કાઢી નાખ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


 

(12:56 AM IST)