News of Wednesday, 25th December 2024
ખાખીની કડકાઈ સામે સવાલ: પોલીસ સ્ટેશનમાં અપશબ્દો ભાંડી પોલીસને વર્ધી ઉતારી નાખવાની ધમકી !!
ટીઆરબી જવાને રોક્યો તો બટકું ભર્યું, સરહદી કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫: અમદાવાદમાં પોલીસ જવાનોને ધાક ધમકી કરવાનો બનાવ તાજો જ છે. ત્યાં હવે સરહદી કચ્છ જિલ્લામાં પોલીસ સ્ટેશને જઈ પોલીસને વર્ધી ઉતારવાની ધમકીના બનાવે ચકચાર સાથે ખાખીની કડપ સામે ચર્ચા જગાવી છે. આદિપુરમાં રોશન વિશ્વનાથ ઉર્ફે વિષ્ણુનાથ રાય નામના શખ્સે પોલીસ સ્ટેશને બીટ ઇન્ચાર્જ પોલીસ કર્મી કનુભા કરસનભા ગઢવીને ફોન કરી મને ડિવાઇન લાઈફ હોસ્પિટલમાં કેમ દબાવતો હતો એમ કહી પોલીસ સ્ટેશને ધસી આવ્યો હતો. ત્યાં અપશબ્દો ભાંડી આજે તને મૂકીશ નહીં એવું કહી સામે ધસી ગયો હતો. આ સામે ટીઆરબી જવાન જીવા આહિરે તેને રોકતા આ શખ્સે તેને બટકું ભરી લીધું હતું. બાદમાં અન્ય પોલીસ કર્મીઓ આવી જતા આરોપી વિષ્ણુનાથ રાયે બીટ ઇન્ચાર્જ પોલીસ કર્મી કનુભાને ધમકી આપી હતી તને તો નહીં મૂકું. બીજા પોલીસ કર્મીઓને પણ ધમકીના સુરે કહ્યું હતું કે તમને બધાને કોર્ટમાં જોઈ લઈશ. વર્ધી ઉતારી નાખીશ. તેમ જે બીટ ઇન્ચાર્જ કનુભાને જેલમાંથી બહાર નીકળી પૂરો કરી નાખવાની ધમકી આપી હતી. આરોપી વિષ્ણુનાથ સામે પોલીસ કર્મી કનુભા ગઢવી એ ફરિયાદ લખાવી છે. જોકે, પોલીસ સ્ટેશનમાં જઈ કાયદાના રક્ષકોને જ ધમકી આપવાના બનાવે ચકચાર સાથે ખાખીની કડપ સામે ચર્ચા સર્જી છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
