તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 25th December 2024
માંગરોળ સબ જેલમાં કેદીને ૩ કેદીએ નાસ્તાના પ્રશ્ને મારમારી ધમકી આપી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૫: માંગરોળ સબ જેલમાં બેરેક નંબર ૧માં ગઈકાલે સાંજે કેદી ભરત કાળુ સોલંકી નાસ્તો કરતો હતો. તે દરમ્યાન કેદી સનીએ આવીને નાસ્તો કયાંથી લાવેલ કહેતા ભરતે નાસ્તો જીતુભાઇનો છે જેથી હું નાસ્તો કરૂ છુ આમ કહેતા સનીએ એકદમ ઉશ્કેરાઇ જઇને ઢીકાપાટુંનો માર માર્યો હતો.
આ દરમિયાન કાનો નામનો કેદીએ પણ આવીને ઢીકાપાટું મારવા લાગેલ અને ભરતને પકડીને બેરેકના ખુણામાં લઇ જઇને ત્યાં કેદી જીતુએ આવી આ ત્રણેયએ સાથે મળી ઢીકાપાટુંનો શરીરે મારમારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે કેદી ભરત સોલંકીની ફરિયાદ લઈ પોલીસે ત્રણેય કેદી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
