તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 25th December 2024
જામકંડોરણામાં શ્વાને હુમલો કરતા 7 વર્ષીય બાળકનું મોત
ત્રણ બાળકો કુદરતી હાજતે જતા હતા તે સમયે શ્વાને હુમલો કર્યો: શ્વાને રવી નામના બાળકને અસંખ્ય બચકાં ભરી લેતા મોત થયું

જામકંડોરણામાં શ્વાને હુમલો કરતા 7 વર્ષીય બાળકનું મોત થયું છે. જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાને રવી નામના બાળકને અસંખ્ય બચકાં ભરી લેતા મોત થયું છે. ત્રણ બાળકો કુદરતી હાજતે જતા હતા તે સમયે શ્વાને હુમલો કર્યો હતો. બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડતા, સારવાર મળે તે પહેલાં જ બાળકનું મોત નીપજ્યું હતું.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
