News of Wednesday, 25th December 2024
પોરબંદરમાં ગુજસીટોકના આરોપી ભરત મનજીભાઇ તથા રામજી બંન્નેને ૧૮ દિવસની રિમાન્ડ
સસ્તુ સોનુ અપાવી દેવાની લાલચ આપીને વેપારીનું અપહરણ કરીને રાજસ્થાનથી આંગડીયા મારફત ર૦ લાખની ખંડણી વસુલ કરી હતી

(પરેશ પારેખ દ્વારાા પોરબંદર, તા., ૨૪ : ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ)ના આરોપી ભરત મનજીભાઇ રે. મૂળ નેપાળ તથા રામજી ઉર્ફે જાડો જીણાભાઇ બન્નેની ૧૮ દિવસની રિમાન્ડ મંજુર કરવામાં આવ્યાનું સીટી ડીવાયએસપી ઋતુ રાબાએ જણાવેલ છે.
પોરબંદરના વેપારીને સસ્તુ સોનુ અપાવી દેવાની લાલચ આપીને અપહરણ કરીને રાજસ્થાનમાં એક મકાનમાં ર દિવસ ગોંધી રાખીને આંગડીયા મારફત ર૦ લાખની ખંડણી વસુલ કરી હતી.
કીર્તિમદીર પો.સ્ટે. મા ગત ઓકટોબરે સોની વેપારસને જયપુરમ, બજાર ભાવથી ૧૫ ટકા ઓછા ભાવથી સોનુ મળતુ હોવાની તથા ગ્રાહક લાવનારને પાર્ટી ૪ ટકા કમીશન આપવાની વાત કહી સોની વેપારીનું અપહરણ કરી રાજસ્થાન રાજ્યના જયપુર ખાતે લઈ જઈ ત્યાં અવાવરૂ જગ્યાએ એક મકાનમાં ગોંધી રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રૂ.૨૦,૦૦,૦૦૦/- ની ખંડણી માંગી રૂા. ૨૦ લાખની આંગળીયા પેઢી મારફતે મેળવી ગુન્હો કરેલ હોવાનો ગુન્હો રજી. થયેલ હોય અને ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા દ્વારા સદરહું ગુનાની તપાસ પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ હતી.
અપહરણ અને ખંડણીના ગુન્હામાં ભરતકુમાર ઉર્ફે ગુરૂ ઉર્ફે ભાનુપ્રતાપસિંહ ઉર્ફે વીરમાનદ ઉર્ફે ભાગવ જાની ઉર્ફે ભાર્ગવ જૈન સન ઓફ મનજીભાઈ ધનજીભાઈ લાઠીયા જાતે પટેલ ઉ.૦.૫૮ રહે. હાલ નેપાલગંજ ભાનુભક્ત ચોક, સેટુંબીકા ચોક, ન્યુરોડ તા.જી.નેપાલગંજ (બાર્ક) નેપાળ મુળ રહે. આંકોલાણી ગામ તા. પાલીતાણા જી.ભાવનગર.
રામજી ઉર્ફે જાડો જીણાભાઈ કટારીયા ઉ.વ.૩૮ રહે ગઢડા ગાય બોટાદ રોડ કોલેજ પાસે તા. ગઢડા, પ્રતા૫ અરશી ભાઇ ઓડેદરા ઉ.. ૪૨ રહે. મહીરા ગામ પાદરમાં પ્લોટ વિસ્તાર તા. રાણાવાવ જી. પોરબંદર, પોપટ અરશીભાઇ ઓડેદરા ઉ વ૩૮ રહે એરપોર્ટ પાછળ પોરબંદર મૂળ મહીરા ગામ નવા પ્લોટ વિસ્તાર તા. રાણાવાવ, નરેન્દ્રગીરી ઉર્ફે નરેશગીરી મહેશગીરી ગોસ્વામી ઉ.વ.૩૮ રહે, જેતપુર તથા અશોક ઉર્ફે લાલી ઉર્ફે લાલો ઉર્ફે દરબાર સન-ઓફ બકાભાઈ શીવાભાઈ કાલીયા, ઉં.વ.૨૯ રહે. ગઢડા , તથા કમલેશ ઉર્ફે ભાણો સન ઓફ ઓધવજીલાઇ રાધવભાઇ જાપડીયા ઉ.વ.૨૪ રહે, શિવરાજપુર તા.જસદણવાળા સામે ગુન્હો નોંધાયો હતો.
આ આરોપીઓ પાસેથી રોકડા રૂપીયા ૧૦,૦૪,૧૦૦, સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની અર્ટીગા કાર રજી. નં. GJ-33-F-3779 કી. રૂા. ૧૦,૦૦,૦૦૦/ સફેદ કલરની નીશાન કંપનીની સની કાર રજી.નં. GJ-01-KS-2770 કી.રૂ. ૨,૦૦,૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-૮ કી.રૂ.૩૦,૪૦૦/-, છરી નંગ-૧ કી.રૂ. ૪૦/, (૫) સીમકાર્ડ નગ-૪, ગેંગ લીડર ભરત મનજી લાઠીયાના અલગ અલગ નામ વાળા આધારકાર્ડ નંગ-૩ તથા પાનકાર્ડ નંગ-૧ તા ડ્રાઇવીંગ લાયસન્સ નંગ-૨ સહીતનો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે.
આરોપી ભરત મનજીભાઇ વિરૂધ્ધ બનાસકાંઠા, લખનઉ, ગાંધીનગર, સુરત તેમજ આરોપી રામજી ઉર્ફે જાડો સામે બોટાદ, ગાંધીનગર, ઉતરપ્રદેશ, રાજસ્થાનમાં ખંડણી સહીત અનેક ગુન્હા નોંધાયેલા છે. બન્ને આરોપીઓની રિમાન્ડ દરમિયાન અનેક ખંડણી, છેંતરપીંડી અને અપહરણના ભેદ ખુલશે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
