News of Wednesday, 25th December 2024
વેરાવળ સીટી વિસ્તારમાંથી શંકાસ્પદ મો.સા.સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ગીર સોમનાથ પોલીસ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૫: જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ હોય છે.
જે અનુસંધાને ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.બી.ચૌહાણ ના માર્ગદર્શન અનુસંધાને તા.૨૩/૧૨/૨૦૨૪ના એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફના એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવાડીયા તથા મેરામણભાઇ શામળા તથા પો.હેડ કોન્સ. વિપુલભાઇ ટીટીયા તથા પો.કોન્સ. કૈલાશસિંહ બારડ તથા મહાવિરસિંહ જાડેજા એ રીતેના વેરાવળ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન મળેલ સયુકત બાતમી હકિકત આધારે વેરાવળ રેલ્વે સ્ટેશન પાસેથી શાકિર એહમદ નુરમહમદ ગોરી, તુરક, ઉવ.૨૭, રહે.વેરાવળ હુસેની ચોક, લક્કી કોલોની જી.ગીરસોમનાથ વાળા પાસેથી હોન્ડા કંપનીની, એકટીવા મો.સા., કાળા કલરની, આગળ પાછળ રજી.નંબર પ્લેટ વગરની, કી.રૂ.૨૫,૦૦૦/- વાળીના R.T.O. લગત કાગળો, આધાર, પુરાવા કે બીલ ન હોય તેમજ વાહન માલીક અંગે કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી મો.સા. છળકપટ થી કે ચોરી કરી મેળવેલ હોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વેરાવળ સીટી પો.સ્ટે. સોપી આપેલ.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
