<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

વિસાવદર હનુમાન પરા પ્રા.શાળાના આચાર્ય મોવલિયાની ઢોળવા બદલી

ઢોળવા પ્રા.શાળા સ્‍ટાફ-વિધાર્થીઓ દ્વારા આવકાર-સ્‍વાગત

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૨૫: ભેસાણ તાલુકાના પરબ વાવડી ગામના વતની (HTAT) આચાર્ય શ્રી રતિલાલ મોવલિયા વિસાવદર શહેરની હનુમાનપરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જિલ્લા આંતરિક બદલી થતા ભેસાણ તાલુકાના ઢોળવા પ્રાથમિક શાળામાં હાજર થતા મદદનીશ શિક્ષક શ્રી નીતીનભાઈ જોષી,સંજયભાઈ પાનસુરીયા, દિવ્‍યેશભાઈ હિરપરા, BRC  શ્રી દિલીપભાઈ મકવાણા તથા સ્‍ટાફ, અખિલ ભારતીય રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘના ભેસાણ તાલુકાના અધ્‍યક્ષ શ્રી ભુવા નરેન્‍દ્રભાઈ તથા તેમની ટીમ, ડ્રિમલેન્‍ડ સ્‍કૂલ ભેસાણ તથા શાળા સ્‍ટાફ, ઢોળવા ગામના રાજકીય, સામાજિક આગેવાનો, ભૂતપૂર્વ B.ed ના વિદ્યાર્થીઓ તથા ઢોળવા શાળા પરિવાર દ્વારા આચાર્ય શ્રી રતિલાલ મોવલિયાનું ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવેલ હતું. તેમજ શાળાના આચાર્ય શ્રી રતિલાલ મોવલિયા દ્વારા શાળાના તમામ બાળકોને ભોજન કરાવી શૈક્ષણિક કાર્ય માટે આશીર્વાદ પાઠવ્‍યા હતા.

(1:39 PM IST)