News of Wednesday, 25th December 2024
કેશોદના પાણખાણ પાસે બાઈકને કાર ચાલકે ઠોકર લગાવતા ૨ વીજ કર્મચારીને ગંભીર ઇજા
બંને નોકરી પર જતા‘તા, સારવાર માટે ખસેડાયા હતા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૫ : કેશોદના પાણખાણ પાસે બાઈકને કાર ચાલકે ઠોકર મારતાં ૨ વીજ કર્મચારીને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
કેશોદની મારુતિનગર સોસાયટીમાં રહેતા ૪૪ વર્ષીય પીજીવીસીએલના કર્મચારી વલ્લભભાઈ નારણભાઈ ગોહેલ અને સાથી કર્મચારી રવજીભાઈ સોમાભાઈ તા. ૩૦ નવેમ્બરના રોજ સવારે ૧૦ વાગ્યે જીજે ૧૧ એકયુ ૪૭૮૭ નંબરના બાઈક પર બેસીને નોકરીના કામ સબબ કેશોદથી પાણખાણ જતા હતા. ત્યારે પાણખાણ ગામ નજીક પાછળથી પુરપાટ ઝડપે આવેલી જીજે ૧૮ બીડી ૮૨૧૭ નંબરની કારના ચાલકે બાઈક ઠોકર મારતાં ફંગોળાઈ જતા વલ્લભભાઈ રવજીભાઈને ગંભીર ઇજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત જુનાગઢ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ અકસ્માત અંગે વલ્લભભાઈ ગોહેલે મંગળવારે ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસે કારના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
