News of Wednesday, 25th December 2024
જૂનાગઢમાં સોનાની દુકાનમાંથી દાગીના ચોરી કરનાર કેશોદની બે મહિલા કબ્જે

જુનાગઢ, તા. રપઃ એ.ડીવી. પો. સ્ટે. ના કામેના ફરીયાદીની સંતોષ જ્યોત ઝવેલર્સ નામની દુકાનેથી ચાંદીની વીટીઓ જેમા ઢાળા ની વીટી નંગ-૦૬ જેની કિ.રૂ ૪૫૦૦/- તથા હાથ બનાવટની વીટી નંગ-૪ જેની કિ.રૂ ૨૦૦૦/- તથા એક ટુટેલ ચાંદીનો ચેઇન નંગ-૦૧ જેની કિ.રૂ ૫૦૦/- તથા ઇમીટેશન ધાતુ ના નાગ નંગ-૧૦ ની કોઈ અજાણી બે મહીલાઓ ચોરી કરેલ.
દરમ્યાન ઢાળ રોડ પર બે શંકાસ્પદ મહીલાઓ મળી આવેલ જેને ચેક કરતા તેઓની પાસેથી ચાંદીની વીટીઓ તથા ટુટેલ ચેઇન તથા નાગ મળી આવેલ હોય જેથી તે મહીલાઓને આ ચાંદીનો મુદામાલ તથા અન્ય ચીજવસ્તુઓ રાખવા બાબતે કોઈ આધાર પુરાવો હોય તો રજુ કરવાનું જણાવતા મજકુર મહીલાઓએ આ મુદામાલ જુનાગઢ છાયા બજાર માથી એક સોનીની દુકાન માથી ચોરી કરેલાની કબુલાત આપતા સદરહુ મુદામાલ ચોરીનો હોય જેથી બન્ને મહીલાઓને એ.ડીવી.પો.સ્ટે લાવી અટક કરેલ અને કોર્ટમાં રજુ કરી.
(૧) નંદુબેન વા/ઓ ભનુભાઇ ઉકાભાઈ બારૈયા ઉ.વ. ૪૫, ધંધો-ભંગાર વીણવાનો રહે-ચાર ચોક ગાયના ગોંદરા પાસે કેશોદ (૨) રેખાબેન વા/ઓ ભાવેશભાઇ ભીમાભાઇ પરમાર ઉ.વ. ૨૫, ધંધો-મજુરી રહે-સાંદીગઢના પાટીયા પાસે માંગરોળ રોડ કેશોદ ને જેલ હવાલે કરેલ છે.
એ.ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ બી.બી. કોળી તથા પો.ઇન્સ. એમ.સી. પટેલ તથા પો.સબ.ઇન્સ વાય.એન. સોલંકી તથા પો.સબ.ઇન્સ વી.એલ. લખધીર તથા પો.હેડ.કોન્સ ટી.બી. સિંધવ તથા પો.કોન્સ કલ્પેશભાઇ ગેલાભાઇ તથા પો.કોન્સ વિક્રમભાઈ મનસુખભાઇ તથા પો.કોન્સ નરેંદ્રભાઈ નારણભાઇ તથા પો.કોન્સ નિલેષભાઇ રાતીયા તથા પો.કોન્સ. જયેશભાઈ પ્રતાપભાઇ તથા પો.કોન્સ ધર્મેશભાઇ વાઢેળ તથા પો.કોન્સ. જુવાનભાઇ રામભાઇ નાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.(૬.૧૦)
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
