News of Wednesday, 25th December 2024
ગેરકાયદેસર માછીમારી કરતા વધુ-૧૦ બોટ માલીકો - સંચાલકો વિરૂધ્ધ ગુનાઓ દાખલ કરતી ગીર સોમનાથ એસ.ઓ.જી. - મરીન પોલીસ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૫: પોલીસ મહાનિરીક્ષકશ્રી, દરીયાઇ સુરક્ષાની કચેરી, ગીરસોમનાથનાઓ દ્વારા તા.૧૨/૧૨/૨૦૨૪ થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી દરીયાકાંઠા વિસ્તારમાં ફીશરીઝ એકટ હેઠળ ગુના નોંધવા અંગેની ‘ડ્રાઇવ' રાખવામાં આવેલ જે ડ્રાઇવ દરમ્યાન પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, જુનાગઢ રેન્જ, જુનાગઢનાઓ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા નાઓ તરફથી અનઅધિકળત રીતે દરીયામાં માછીમારી કરતા બોટ માલીકો વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવા આપેલ સુચના મુજબ ગીર સોમનાથ એસ.ઓ.જી. તથા સોમનાથ મરીન તથા નવાબંદર મરીન પોલીસ દ્વારા ડ્રાઇવ સબબ દરીયાઇ પેટ્રોલીંગ તથા બોટ ચેકીંગ દરમ્યાન તા.૧૮/૧૨/૨૪ થી તા.૨૩/૧૨/૨૪ દરમ્યાન સોમનાથ મરીન તથા નવાબંદર મરીન પો.સ્ટે. વિસ્તારમાં ગુજરાત મત્સ્યોધોગ નિયમો(સુધારા) ૨૦૨૦ મુજબ કાયદેસર કાર્યવાહી કરી બોટ માલીકો/સંચાલકો વિરૂધ્ધ નીચે વિગતે અલગ અલગ કુલ-૦૮ ગુન્હાઓ રજી.કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ તેમજ અગાઉ ડ્રાઇવ દરમ્યાન ૧૫-ગુનાઓ રજી. કરેલ જે મળી ડ્રાઇવ દરમ્યાન કુલ-૨૩ ગુનાઓ બોટ માલીકો/સંચાલકો વિરૂધ્ધ રજી.કરવામાં આવેલ છે.
જેમાં (૧) મોહનભાઇ દામાભાઈ મસાણી - ખારવા ઉવ-૪૭ રહે-વેરાવળ મસાણી શેરી (૨) ઓસમાણભાઇ મંગાભાઇ ભાડેલા ઉ.વ.૪૯ રહે.નવાબંદર,જીલણ વિસ્તાર તા.ઉના (૩) નગીનભાઇ રામજીભાઈ વાંદરવાલા ખારવા ઉ.વ.૪૭ રહે.વેરાવળ ખારવાવાડ (૪) રજાકભાઇ હુસેનભાઇ મોવાના મચ્છીયારા ઉ.વ.૪૫ રહે. હિરાકોટ બંદર તા-સુત્રાપાડા (૫) સલીમ હારૂનભાઇ ભેસલીયા મચ્છીયારા ઉ.વ.૨૫ રહે. હિરાકોટ બંદર તા-સુત્રાપાડા (૬) વિષ્ણુભાઇ ધનજીભાઇ વધાવી, ખારવા, ઉવ.૩૩, રહે,વેરાવળ વખારીયા બજાર (૭) મોહનભાઇ પાંચાભાઈ સોલંકી, ખારવા, ઉવ.૫૫, રહે.નવાબંદર, લાઇટ હાઉસ પાસે તા.ઉના (૮) વેલાભાઇ ભાણાભાઇ રાઠોડ, કોળી, ઉવ.૩૦, રહે.સૈયદ રાજપરા ગામ તા-ઉના (૯) કૌશિકભાઇ સોમાભાઇ રાઠોડ, કોળી, ઉવ.૨૦, રહે.સૈયદ રાજપરા ગામ તા-ઉના (૧૦) ઉમરભાઇ ઓસમાણભાઇ ખારાઇ, મચ્છીયારા, રહે.વડોદરા ઝાલા, તા.સુત્રાપાડા સામે ગુન્હો દાખલ થયો છે.
આ કામગીરી એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઈન્સ. એન.બી.ચૌહાણ નવાબંદર મરીન ઈ.પો.ઈન્સ. વી.કે.ઝાલા સોમનાથ મરીન ઇ.પોલીસ ઇન્સ. આર.એચ.લોહ એસ.ઓ.જી. પો.સબ ઇન્સ. એન.એ.વાઘેલા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવાડીયા તથા ઇબ્રાહીમશા બાનવા તથા મેરામણભાઇ શામળા તથા પ્રતાપસિહ ગોહીલ તથા પો.હેડ કોન્સ. વિપુલભાઇ ટીટીયા તથા ગોપાલસિંહ મોરી તથા કૈલાશસિહ બારડ તથા રણજીતસિંહ ચાવડા તથા મેહુલસિહ પરમાર તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહાવિરસિંહ જાડેજા તથા સોમનાથ મરીન તથા નવાબંદર મરીન પોલીસ સ્ટાફે કરેલ છે.(૨૩.૧૮)
દ્વારકા, મીઠાપુરમાંથી દારૂ સાથે ત્રણ ઝડપાયા
મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા પ્રદીપ ભગવાનજીભાઈ રાઠોડ નામના ૨૫ વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા ૧૫,૭૭૮ની કિંમતની ૨૩ બોટલ વિદેશી દારૂ કબજે કરી, આરોપી પ્રદીપ રાઠોડની અટકાયત કરી હતી.
દ્વારકા તાલુકાના બરડીયા ગામે રહેતા પરબતભા જોધાભા માણેક નામના ૨૮ વર્ષના શખ્સને પોલીસે રૂપિયા ૨,૩૫૦ની કિંમતની વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો. અન્ય એક કાર્યવાહીમાં મિતેશભા આશાભા સરીયા નામનો શખ્સ રૂ. ૪,૫૦૦ની કિંમતની ૯ બોટલ દારૂ સાથે ઝડપાઈ ગયો હતો.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
