તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 25th December 2024
ઉપલેટા શહેરના ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રતીક વોરાએ રાજીનામુ ધરી દીધું
ગઈકાલે પ્રમુખની નિયુક્તિ થઇ અને આજે ઓચિંતા જ રાજીનામુ આપી દેતા મંડળમાં અનેક પ્રકારના તર્ક વિતર્ક

ઉપલેટા શહેરના ભાજપના નવનિયુક્ત પ્રમુખે રાજીનામુ ધરી દીધું છે. ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ પ્રતીક વોરાએ અચાનક જ રાજીનામુ આપી દેતા મંડળમાં અનેક પ્રકારના તર્ક વિતર્ક ઉઠવા લાગ્યા હતા.
ઉપલેટા શહેરની ભાજપ મવડી મંડળ દ્વારા ગઈકાલે પ્રમુખની નિયુક્તિ કરાઈ હતી અને આજે ઓચિંતા જ રાજીનામુ ધરી દીધું છે. રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે પોતાના વ્યવસાયિક અને પારિવારિક કારણોસર મંડળે સોંપેલી જવાબદારી નિભાવી શકે તેમ નથી.
અમદાવાદ જિલ્લાના વટવા ગ્રામ્ય મંડળમાં પ્રમુખ પદે કુંજન સિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. કુંજન સિંહ સામે ભૂતકાળમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. કુંજનસિંહ ચૌહાણના પત્ની જિલ્લા પંચાયતમાં સભ્ય છે. આ પહેલા જમીન વિવાદોમાં પણ કુંજન સિંહ ચૌહાણની સંડોવણી સામે આવી હતી.જોકે, આ મામલે ભાજપ હાઇકમાન્ડને જાણ કરાઇ છે કે નહીં તેને લઇને હજુ સુધી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. મંડળમાં નિમણૂકને લઇને ભાજપમાં વિવાદો ચાલી રહ્યાં છે ત્યારે વટવામાં પણ આગામી સમયમાં ભાજપનો આંતરિક અસંતોષ બહાર આવે તેવું સુત્રો જણાવી રહ્યાં છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
