<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

ભાવનગર નજીક ત્રાપજ અકસ્‍માતમાં ઇજાગ્રસ્‍ત વધુ એક બાળકીનું મોતઃ મૃત્‍યુઆંક ૭

(મેધના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૬: ભાવનગર નજીક ત્રાપજ ગામના ઓવરબ્રિજ પાસે એક અઠવાડીયા પહેલા રોડ પર પાર્ક થયેલા ડમ્‍પર સાથે  લક્‍ઝરી બસ અથડાતા જે તે સમયે છ પ્રવાસીઓના મોત થયા હતા. જ્‍યારે ૧૭થી વધુ લોકોને ઇંજા પહોંચી હતી. આ અકસ્‍માતમાં ગંભીર રીતે ઘવાયેલા છ વર્ષની બાળકી રીના બારૈયાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ, ત્રાપજના ગમખ્‍વાર અકસ્‍માતમાં મળત્‍યુઆંક સાત થયો છે.

ગત તા.૧૭ના રોજ ભાવનગર નજીક ત્રાપજ ગામના ઓવર બ્રિજ પાસે રીતી ભરેલુ ડમ્‍પર બંધ થઇ જતાં તેના ડ્રાઇવરે ડમ્‍પર રોડ પર જ પાર્ક કરી દીધું હતું અને તે ઘરે જતો રહ્યો હતો જ્‍યારે સવારે છ વાગે સુરતથી ઉના તરફ જઇ રહેલી એપલ ટ્રાવેલ્‍સની લક્‍ઝરી આ બંધ ડમ્‍પર સાથે અથડાતા બસમાં મુસાફરી કરી રહેલા છ પ્રવાસીઓના મોત થયા હતા. ઇજાગ્રસ્‍તોને સારવાર માટે સર ટી હોસ્‍પિટલમાં દાખલ કરાયેલા જેમાં ગંભીર રીતે ઘવાયેલી રીના બારૈયા નામની છ વર્ષની માસુમ બાળકીની છેલ્લા છ દિવસથી સારવાર ચાલી રહી હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્‍યું છે. આ સાથે આ અકસ્‍માતમાં મળત્‍યુ આંક વધીને સાથ થયો છે.

(10:59 AM IST)