News of Thursday, 26th December 2024
બાવળા-બગોદરા હાઇ-વે ઉપર ૪ વાહનો અગનગોળો : ૨ ના મોત
અમદાવાદ તરફ જતા આઇસરે કાબુ ગુમાવતા સામેના ૩ વાહનો સાથે અથડાતા આગ ભભુકી : ચારેય વાહનો બળીને ખાખ

તસ્વીરમાં બાવળા-બગોદરા પાસે સર્જાયેલા અકસ્માતમાં ભસ્મીભુત વાહનો તથા કાનપર પાસે સર્જાયેલ અકસ્માત નજરે પડે છે. (તસ્વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨૬ : બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર રોહીકા ચોકડી નજીક ગંભીર અકસ્માતમાં થયો છે. અકસ્માત એટલો ભંયકર હતો કે, ચાર વાહનો ભડકે સળગ્યાં હતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અકસ્માતમાં એક ટેન્કર અને ત્રણ આઇસર ટ્રક એમ કુલ ચાર વાહનોમાં આગ લાગી હતી. કાપડના રોલ ભરેલી આઇસર ગાડી રોંગ સાઇડ ઘસી આવતાં અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં આઇસર ચાલક સહિત ૨ ના મોત થયા છે.
બગોદરા પોલીસે આપેલ માહિતી મુજબ બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર રોહીકા ચોકડી નજીક ગંભીર અકસ્માતમાં થયો છે. અકસ્માત એટલો ભંયકર હતો કે, ચાર વાહનો ભડકે સળગ્યાં હતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અકસ્માતમાં એક ટેન્કર અને ત્રણ આઇસર ટ્રક એમ કુલ ચાર વાહનોમાં આગ લાગી હતી. કાપડના રોલ ભરેલી આઇસર ગાડી રોંગ સાઇડ ઘસી આવતાં બની અકસ્માતની ઘટના બની હતી.
અકસ્માતને પગલે રોડની બને સાઈડ બંધ કરવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે, ઘટનામાં ત્રણ આઇસર ગાડી બળીને ખાખ થયા છે. આ સાથે એક આઇસર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને ૧૦૮ મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માત એટલો વિકરાળ હતો કે, ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. અમદાવાદ જિલ્લા ટ્રાફિક,બગોદરા કોઠ પોલીસ ઘટના પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
નોંધયની છે કે, અહીં અકસ્માતને પગલે ચાર વહાનોમાં ભયંકરા આગ લાગી હતી. જેથી ધોળકા, બાવળા અને સાણંદ ફાયરબિગ્રેડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. મહામહેનતે પાણીનો મારો ચલાવી ૩ કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.નોંધનીય છે કે, બે જેસીબી અને એક હિટાચીની મદદ આગમાં બળેલ વાહનોને રોડ પરથી હટાવાયા હતા.જેથી રસ્તાને ફરી વાહન વ્યવહાર માટે શરૂ કરી શકાય.
મળતી માહિતી મુજબ, બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી રાત્રે ટ્રાફિકજામ રહ્યો હતો. આ તરફ ઘટનામાં ફાયર બ્રિગેડએ આગ પર કાબુ મેળવ્યો તો પોલીસે ટ્રાફિકજામને હળવો કર્યો હતો. આ તરફ હવે સામે આવ્યું છે કે, કાપડ ભરેલ ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી. આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારીની કંપનીની ટ્રક હતી. ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપભાઈ રજા પર ગયો હતો તો મળતક કમલભાઈ તેની જગ્યા પર આવ્યા હતા. નોંધનિય છે કે, અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર કમલભાઈનું મોત થયું છે, જ્યારે અન્ય ૧ મળતક કોઈ પેસેન્જર હોવાની વાત સામે આવી છે.
બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના પાણસીણા નજીક કાનપર ગામના પાટીયા પાસે આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં આઇસર ચાલકનું મોત નીપજવા પામ્યું છે બંધ ટ્રક પાછળ આઇસર ઘૂસી જતા ઘટના સ્થળે આઇસર ચાલકનું મોત નીપજવા પામ્યું છે આ અંગે તાત્કાલિક પોલીસ દોડી દઈ અને મળતકને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આ સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવી છે અને આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે..
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
