News of Thursday, 26th December 2024
ગોંડલ માર્કેટીંગ યાર્ડમા ગોંડલીયા મરચાની ખરીદી માટે કેનેડા ના વેપારીઓ પહોંચ્યા

ગોંડલ : સૌરાષ્ટ્ર નાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડ માં દેશ વિદેશ ના વેપારીઓ ખરીદી માટે આવતા હોય છે ત્યારે કેનેડા ના વેપારીઓએ ગોંડલ માર્કેટીંગ યાર્ડ ની મુલાકાત કરી હતી. કેનેડામાં મરચા ના બિઝનેસ સાથે સંકળાયેલ વેપારીઓ એ ગોંડલ ના પ્રખ્યાત ગોંડલીયા મરચાના આવક શરૂ થતાં ખરીદી માટે આવેલ અને અહીંની કાર્ય પદ્ધતિ વિષે માહીતી મેળવી હતી. આ તકે યાર્ડ ના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા, ડિરેક્ટર ફુલભાઈ ટોળીયા, કચરાભાઈ વૈષ્ણવ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.(જીતેન્દ્ર આચાર્ય, તસ્વીર : ભાવેશ ભોજાણી - ગોંડલ)
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
