<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

સંભવિત માવઠા મુદે દિલીપભાઇ સંઘાણીની સરકારમાં રજૂઆત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૬ :.. ઇફકો અને ગુજકોમાસોલના અધ્‍યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં તા ૨૫ થી ૨૭ ડીસે. કુલ ૦૩ દિવસ દરમ્‍યાનભારે માવાઠાની હવામાન ખાતાની આગાહીના સમાચારનાં સંદર્ભમાં રાજ્‍યના મુખ્‍યમંત્રી, કળષિ મંત્રી તેમજ કળષિ સચિવ ને પત્ર લખી સંભવિત માવઠાની સચોટ માહિતિ મેળવી અસર વાળા વિસ્‍તારનો સર્વે કરવા તેમજ માવઠાના સમય દરમ્‍યાન સરકાર દ્વારા ખરીદવામાં આવેલો કે ખેડૂતો પાસે રહેલો અથવા રસ્‍તામાં લાવવા - લઇ જવાના સમયે વરસાદ થી પાક બગડે નહિ તે માટે માવઠાની સંભવિત અસરવાળા વિસ્‍તારના ખેડૂતો તેમના વિસ્‍તારના વિવિધ ખરીદી કેન્‍દ્રો પર ન જાય અને આગમચેતીના ભાગરૂપે સરકાર દ્વારા આ વિસ્‍તારને નિヘતિ કરી તે વિસ્‍તારના ખેડૂતોને અગાઉથી જ સચોટ માહિતી મળે તેમજ આ દિવસો દરમ્‍યાન બંધ રહેલી ખરીદી પછીના દિવસોમાં વધારી આપવામાં આવે તો ખેડૂતોને થનાર નુકશાન સામે રક્ષણ આપવા માટે યોગ્‍ય કાર્યવાહી કરવા ભલામણ કરી છે.

(1:23 PM IST)