<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

ઓખા જેટીની ૩ ના મોતની ઘટના બાદ મીઠાપુર પાસે ક્રેઇન ખસેડવાના બનાવમાં વધુ એક પરપ્રાંતીયનું મોત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૨૬ : ઓખા ગામે દરીયા કાંઠા પાસે આવેલી પેસેંજર જેટી પર જકળબાઝ ઉપર જેટી બનાવવાની કામગીરી ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા ચાલતી હતી ત્‍યારે ક્રેઇન તુટી જતા તેની નીચે દબાઇ જતા તથા ઉપરથી નીચે પડી જતા જીતેન્‍દ્ર ગોવિંદભાઇ ખરાડી (ઉ.વ.રપ) (રહે. સુબનીયા તા.ે પેટલાદ જિ. જાંબવા મધ્‍યપ્રદેશ) અરવિંદકુમાર મોરારીલાલ (ઉ.વ.રપ) (રહે. નાગલા નેનસુખ ગામ તા. ગુંજકડવાળા જિ. કારગંજ ઉતરપ્રદેશ) તથા ઉતરપ્રદેશના હરૂયાબાદ જિલ્લાના જોશપુર ગુગોટા ગામના નિશાંતસિંહ રામસિંહ (ઉ.વ.રપ)વાળાના મોત નિપજયા હતા.

બનાવ અંગે દિવાન રમેશભાઇ ભાંભર આદિવાસી રહે. ધોલીખાલી જિ. જાંબવા મધ્‍યપ્રદેશ હાલ ઓખા મસ્‍જીદ પાસે વાળાએ જાણ કરતા પો.સ.ઇ. આર.આર.ઝરૂ દ્વારા તપાસ હાથધરવામાં આવી હતી.

જિલ્લા કલેકટરશ્રી જી.ટી.પંડયાની સુચનાથી પ્રાંત દ્વારકા દ્વારા તુરત જ મામલતદાર દ્વારકાની આગેવાનીમાં બચાવ ટુકડી મોકલવા વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. તથા જી.એમ.બી. તથા પોલીસના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા તથા મૃતકોના શરીર દરીયામાં પડયા હોય તેમને શોધીને પી.એમ.માટે દ્વારકા ખસેડાયેલા હતા.

દરમિયાન દ્વારકા જીલ્લાના મીઠાપુરના પાડલી ગામ પાસે એલ એન્‍ડ ટી કંપનીના પ્‍લાન્‍ટમાં સિમેન્‍ટ ક્રોન્‍ક્રેટના બીમ એક જગ્‍યાએથી  બીજી જગ્‍યાએ ક્રેઇનથી ખસેડવાના કામમાં અમરનાથ કારૂભાઇ સાવ (ઉ.વ.૩૪) રહે. બાંરાગંજ બિહારવાળાનું બીમ પગ તથા કમર પર પડતા મૃત્‍યુ થયાની જાણ સત્‍યેન્‍દ્ર કારૂભાઇએ મીઠાપુર કરી છે. (૪.૨૬)

(1:24 PM IST)