News of Thursday, 26th December 2024
બરડા ડુંગર એશિયાટીક સિંહોનું બીજુ સરનામુઃ આઠ સિંહોનો અહીં વસવાટ થયો

ખંભાળીયા તા. ર૬ :.. ભાણવડ તથા પોરબંદર વિસ્તારમાં ફેલાયેલા બરડા ડુંગરમાં તાજેતરમાં સિંહ દર્શન માટે ઓપન જંગલ સફારીની તાજેતરમાં શરૂઆત રાજયના વન મંત્રી મુળુભાઇ બેટા દ્વારા કરવામાં આવી હતી.
આ જંગલ સફારીને સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ સિંહની સંખ્યા ઓછી હોય સિંહ દર્શન ના થતું હોય તાજેતરમાં બરડા અભ્યારણ્યમાં કુલ આઠ સિંહનો વસવાટ થતા હવે સાચા અર્થમાં બરડા ડુંગરની ગૌરવભૂમિ એશિયાટીક સિંહોનું બીજુ સરનામું ગીરના જંગલ પછી બની શકશે તથા પ્રવાસીઓને પણ સિંહ દર્શનનો લાભ મળશે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
