<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

વેરાવળમાં વ્‍યાજખોરોનો આતંક : ૭૦ લાખની સામે ૯૨ લાખ ચુકવી દીધા બાદ પણ બે દીકરાઓને મારી નાખી દુકાન બંધ કરી દેવાની ધમકી

વ્‍યાજખોરોના ત્રાસથી આપઘાત કરવા જતા દુકાનદારને બચાવાયો : ૧૧ સામે ફરીયાદ : સાતની ધરપકડ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૬:  રાજેન્‍દ્ર ભુવન રોડ ઉપર જય સ્‍ટાઈલ નામની દુકાન ચલાવી રહેલ વાણંદે શખ્‍સે ૨૦૧૯ થી ૨૦૨૪ સુધી ૧૧ શખ્‍સો પાસે વ્‍યાજે રૂપીયા ૬૯ લાખ ૫૦ હજાર લીધેલ હતા તે વ્‍યાજ સહિત રૂા.૯૨ લાખ ૫૦ હજાર ચુકવી દીધેલ હોય તેમ છતા આ વ્‍યાજખારોએ બન્ને દીકરાઓને મારી નાખવાની તેમજ દુકાન બંધ કરી દેવાની ધમકી આપી મુદલ તથા બીજા વ્‍યાજના રૂપીયા માંગી ચેક રીર્ટન કરાવી કોર્ટ માં લઈ જવાની વારંવાર ધમકી આપતા દુઃખ ત્રાસ આપતા હોય જેથી વાણંદ શખ્‍સ આપધાત કરવા જતો હોય જેની પોલીસને જાણ થતા તાત્‍કાલીક પોલીસે માનવીય સંવેદના રાખો ૧૧ આરોપી સામે ગુના નોંધી સાત આરોપીની અટકાયત કરેલ છે.

આઈ.જી નિલેષ જાજડીયા, એસ.પી મનોહરસિંહ જાડેજા એ ગીર સોમનાથ જીલ્લામાં વ્‍યાજખારો સામે ભારે ઝુંબેશ ચલાવી આ દુષણ ને ડામી દેવા કડક હાથ કામગીરી હાથ ધરેલ છે જેમાં પોલીસે માનવીય સંવેદના હાથ ધરી વાણંદ વ્‍યાજખોરો ના લીધે આપધાત કરવા જતો હતો તેને બચાવી લીધેલ છે.

ટાવર પોલીસ ચોકી ના પી.એસ.આઈ કરશનભાઈ મુછાળે જણાવેલ હતું કે રાજેન્‍દ્ર રજનીકાત બાબુભાઈ માવધીયા મોચી નગર વાળાએ ફરીયાદ માં જણાવેલ કે ૨૦૧૯ માં દુકાન તથા ૨૦૨૧ માં મકાન લીધેલ હોય જેની લોન લીધેલ હોય ભારે મંદી તેમજ કારોના ને હીસાબે હપ્તા ભરવા માટે ૨૦૧૯ થી ૨૦૨૪ સુધી ધનસુખભાઈ સુયાણી, કાલીદાસ હીરાભાઈ હઈ, કિશનભાઈ વણીક,અરવિંદ લાખાભાઈ કોળી, રમેશ જેઠાભાઈ વાંદરવાલા, જીતેન્‍દ્ર કાળાભાઈ ગોહેલ, સુરેશ દામોદરભાઈ માવધીયા, નીતીનભાઈ દામોદરભાઈ માવધિયા, કીશોરભાઈ પીઠડ, ચંદ્રેશભાઈ સુયાણી, ધરમેશભાઈ ખારવા પાસે થી કટકે કટકે બે લાખ થી દસ લાખ સુધી ચાર થી છ ટકાના વ્‍યાજે ૬૯ લાખ ૫૦ હજાર લીધેલ  જેના વ્‍યાજ પેટે ૯૨ લાખ ૫૦ હજાર ચુકવી દીધેલ હોય તેમ છતા વ્‍યાજખોરો દ્વારા અનેક વખત ધાકધમકીઓ આપવામાં આવતી હતી મુદલ રકમ તેમજ વધારાનું વ્‍યાજ માંગી દુકાન ઉપર આખો દિવસ અડો જમાવતા હતા તેમજ વારવાર ધમકી આપતા હતા કે તું પૈસા નહી આપતો તારા બન્ને દીકરાઓને મારી નાખીશું તારી દુકાન બંધ કરાવી દેશું તે જે ચેક આપેલ છે તે બેંક મા નાખી રીર્ટન કરાવી કેસ કરીશું તેમજ અવાર નવાર મોબાઈલ ફોન માં ધાકધમકીઓ આપતા હતા. ૧૧ શખ્‍સો સામે પોલીસે ગુનો નોંધી સાતની અટકાયત કરેલ છે બીજા ચાર ની શોધખોળ હાથ ધરેલ છે.

 વાણંદ માનસીક ત્રાસથી કંટાળીને ચોપાટીએ દરીયા માં આપધાત કરવા જતો હોય તેને કોઈ જોઈ જતા પોલીસ ને જાણ કરેલ અને પોલીસ સ્‍ટેશન લઈ ગયેલ.(

 

(1:47 PM IST)