<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

જામવાડી પાસે હિટ એન્‍ડ રનની ઘટનામાં એમપીના યુવાનનું મોત

ગોંડલ વાડીમાં રહી મજૂરી કરતો હતોઃ અજાણ્‍યો વાહન ચાલક બાઇક સહિત ઠોકરે લઇ ભાગી ગયો

રાજકોટ તા. ૨૬: ગોંડલ નજીક જામવાડી પાસે હિટ એન્‍ડ રનની ઘટનામાં ઘાયલ થયેલા હાલ ગોંડલ ચંદુભાઇ સોરઠીયાની વાડીએ રહેતાં હકાભાઇ ઉર્ફ વિપુલ રૂપસિંગભાઇ મેડા (ઉ.વ.૩૦)નું સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં મૃત્‍યુ થયું હતું.

હકાભાઇ ઉર્ફ વિપુલ ગઇકાલે ૨૫મીએ રાતે અગિયારેક વાગ્‍યે વાડીએથી મોટર સાઇકલ લઇને કોઇ કામ સબબ નીકળ્‍યો ત્‍યારે જામવાડી પાસે કોઇ વાહનની ઠોકરે ચડી ગયો હતો. તેને ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખસેડાયેલ. પરંતુ આજે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃતક બે ભાઇ અને પાંચ બહેનમાં ત્રીજો હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. મુળ એમપીનો વતની હતો અને ખેતી મજૂરી કરતો હતો.

(3:04 PM IST)