News of Thursday, 26th December 2024
સૌરાષ્ટ્રમાં દિકરીઓના શિક્ષણનું કાર્ય પેથલજીભાઇના કારણે થયું છેઃ અજય ઉમટ
કોઇ કામ નાનું નથી, તેનું શિક્ષણ પણ બાળકોને આપવું પડશેઃ પુરૂષાર્થ વિના કશું સિધ્ધ થતું નથીઃ જગદીશ મહેતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ ડૉ. સુભાષ એકેડમિના વાર્ષિકોત્સવ પ્રસંગે અધ્યક્ષીય ઉદબોધન કરતા વરિષ્ઠ પત્રકાર શ્રી જગદીશ મહેતાએ પોતાની આગવી શૈલીમાં કહ્યું હતું કે બાળકને કદી હતોત્સાહ ન કરશો કેમકે ઈશ્વરનું કોઈ સર્જન નકામું નથી હોતું. એમણે ડો. સુભાષ અકેડમિને સરસ્વતીનો ખોળો કહીને એની શિક્ષણેત્તર પ્રવળત્તિને પણ બિરદાવી હતી અને ભાર દઇને કહ્યું હતું કે કોઈ કામ નાનું નથી એનું શિક્ષણ પણ બાળકને આપવું પડશે અને પુરુષાર્થ વિના કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. એમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે આવું વૈશ્વિક સંકુલ મળ્યું છે એ જ તમારું અહોભાગ્ય છે જેને કામ કરવું છે એને બેરોજગારી નડતી નથી માટે કૌશલ્ય વર્ધન શિક્ષણ પણ સાથે સાથે આપવા ભલામણ કરી હતી. પેથલજીભાઈનો સંકલ્પ અને જવાહરભાઈ તથા રાજભાઈની આવડતને તેમણે બિરદાવી હતી.
સ્વાગત કરતા શ્રી રાજ ચાવડાએ પત્રકારોના કાર્યોને બિરદાવી સૌને ઉષ્માથી આવકાર્યા હતા અને આજના સમયમાં પત્રકારોને સૌ માટે પ્રેરણારુપ ગણાવ્યા હતા. કાર્યક્રમની દીપ પ્રાગટય વિધિ વરિષ્ઠ પત્રકાર શ્રી અજયભાઈ ઉમટ અને ઉપસ્થિત મહેમાનોએ કરી હતી.
શ્રી અજયભાઈ ઉમટે આ સંસ્થા અને પેથલજીભાઈને બિરદાવતા એમણે છેવાડાના વિસ્તાર અને અંતરિયાળ ગામડાના માટે શિક્ષણની વ્યવસ્થા કરી છે આ માટે અભિનંદન પાઠવ્યા હતા એમણે કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં દીકરીઓના શિક્ષણનું જે કામ થયું છે પેથલજીભાઈના કારણે ડૉ.સુભાષ અકેડમિ એક અગ્રેસર સંસ્થા છે એમણે ઉપસ્થિત સમુદાયને સંબોધન કરતા ટકોર કરી હતી કે નારીને દેવી ન માનો તો કાંઈ નહીં દાસી તો ન જ બનાવતા એણે મલાલાનું ઉદાહરણ આપી દીકરીઓની ક્ષમતા અને સિધ્ધિ સાહસને યાદ કરી સૌને દીકરીઓને મૂકત વાતાવરણ આપવા ભલામણ કરી હતી એમણે હિલેરી ક્લિન્ટન અને મહારાષ્ટ્રીયન લેખિકા સુનિતા જોશીને યાદ કરી શિક્ષિતસ્ત્રીના ગૌરવની વાત સમજાવી હતી એમણેસ્ત્રી શિક્ષણમાં ભારત,બાંગ્લાદેશ,અને વિયેતનામથી પણ પાછળ છે એવી ચિંતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ન્યૂઝ એન્કર પ્રવીણભાઈ આહિરે સંસ્થા સાથેના પોતાના સંસ્મરણો વાગોળતા અહીં આવતા ગૌરવની લાગણી અનુભવાય છે એમ કહી શિક્ષણની સાથે ઘડતર પણ થવું જોઈએ મારું કામ હું જ કરીશ એવી ભાવનાં કેળવવાનો અનુરોધ કર્યો હતો એમણે કહ્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખવું પડશે અને તેંડુલકર અને વિરાટ કોહલીના ઉદાહરણ આપી તેમણે શિસ્ત અને નેતળત્વ વિશે વાત કરી હતી અને સૌને મહેનત કરો અને આગળ વધો એમ કહી શિક્ષણ સંસ્થાના કાર્યને બિરદાવ્યુ હતું.
આ પ્રસંગે શ્રી રજનીભાઈ કાતરીયા,શ્રી અર્જુનભાઈ ડાંગર, શ્રી વિજયભાઈ જોટવા,શ્રી મનીષભાઈ જીલડીયા જેવા જુદાજુદા ક્ષેત્રમાં સફળ આહિર જ્ઞાતિ રત્નોનું સંસ્થાના કર્મઠ શ્રી જવાહરભાઈ ચાવડાએ પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું.
પોતાના સન્માનના પ્રત્યુતરમાં અર્જુનભાઈ ડાંગરે (સ્ટેટ એડિટર દિવ્યભાસ્કર સેટેલાઈટ) પેથલજીભાઈ પ્રત્યેનો પોતાનો આદર પ્રગટ કરી પોતાના સન્માનને જીવનનું સૌભાગ્ય માન્યું હતું. એમણે કહ્યું હતું કે શિક્ષણએ સામાજિક વિસંગતતા દૂર કરવાનું માધ્યમ છે અને સુભાષ અકેડમિ એમનું મૂર્તિમંત ઉદાહરણ છે.ખુદ પર ભરોસો રાખવો એ જ સૌથી મોટી સિદ્ધિ છે એમ કહી પોતાના ઋણ સ્વીકારની ભાવના વ્યક્ત કરી હતી.
શ્રી વિજયભાઈ જોટવાએ (પત્રકાર ડી.ડી.ભારતી ન્યુઝ) આ સંસ્થાને ચેતનાને ઉર્જાનું પ્રતીક ગણાવી હતી એણે કહ્યું હતું કે આ સંસ્થાએ હંમેશા વિદ્વાનો અને કલાકારોનું સન્માન કર્યું છે એ માટે હું એમને ધન્યવાદ પાઠવું છું.
શ્રી રજનીભાઈ કાતરીયા સોશિયલ મીડિયા આશ્રમ મહુવાએ કહ્યું હતું કે વ્યક્તિનું નહીં કાર્યનું સન્માન કરીએ મોબાઇલને એમણે બ્રહ્માષા સાથે સરખાવી એને સમાજ પરિવર્તનનું માધ્યમ બનાવવું જોઈએ
ડાયરેક્ટર સ્પોર્ટ્સ ઓથોરિટી શ્રી મનીષભાઈ જીલડિયાને પણ સન્માનિત કરાયા હતા તેમણે સંસ્થા માટે શુભેચ્છાની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે જવાહરભાઈ ચાવડાએ સુભાષ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય તથા રાજ્ય કક્ષાએ ઉત્તમ દેખાવ કરનારને વિશિષ્ટ રીતે બિરદાવવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે શ્રી જી.પી. કાઠી ,શ્રી વાટલીયા, બાલુભાઇ જાદવ, રામભાઈ બોરીચા, રાજેશભાઈ બુચ, ઈકબાલભાઈ મારફતિયા, શ્રી નાગદાનભાઈ ડાંગર, એડવોકેટ હરિનભાઇ રાવલ, શ્રી પટેલ, ડો. બાપોદરા સાહેબ, વિઠ્ઠલભાઈ ભુવા, બાબુભાઈ કાતરીયા,પરબતભાઈ જીલડિયા તેમજ પેથલજીભાઈના પરિવારના મીતાબેન ચાવડા, મેઘનાબેન ચાવડા, રમાબેન, પુષ્પાબેન, શોભનાબેન તેમજ વિદ્યાર્થીઓના વાલીગણ સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન કરતા આચાર્યશ્રી ડો. બલરામ ચાવડાએ એમની આગવી શૈલીમાં સમયાન્તરે સંસ્થાની વિવિધ પ્રવળત્તિઓ વિશે અને સંસ્થાના સંકલ્પ વિશે આલેખ આપી સરસ્વતીના મંદિરોના નિર્માણની વાત કરી હતી.
આભાર દર્શન કરતાં શ્રી મેઘનાબેન ચાવડાએ સૌ પ્રત્યે પોતાની ઋણ સ્વીકારની ભાવના વ્યક્ત કરી હતી અને સંસ્થાની પરંપરા મુજબ ઉપસ્થિત મહેમાનોને સ્મળતિચિન્હ આપી તેમનું ગૌરવ કરાયું હતું. ડો.સુભાષ યુનિવર્સિટીની વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓએ સાંસ્કળતિક રંગારંગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેનું ઉદઘાટન નુપુરભાઈ પટેલ (એન્કર સંદેશ ટી.વી.) એ કર્યું હતું.
ડો. સુભાષ રંગભવન ઉપરથી સાંસ્કળતિક કાર્યક્રમ રજૂ કરીને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શ્રી પેથલજીભાઈ ચાવડાના પરિવાર વિશેષ ઉપસ્થિત રહીને સૌને બિરદાવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડો.સુભાષ અકેડમિની વિવિધ સંસ્થાઓના વડાઓ અધ્યાપકો અને કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમની સફળતા માટે પૂર્વ કેબિનેટ મંત્રી અને સંસ્થાના વડા શ્રી જવાહરભાઈ ચાવડાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ).
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
