News of Thursday, 26th December 2024
શેડમાં જગ્યા હશે ત્યાર સુધી જ જણસીઓ ઉતારાશે : માવઠાની આગાહીને લઈ જસદણ યાર્ડની જાહેરાત
ખેડૂતોએ પોતાની જણસી ઢાંકીને લાવવા અને ખુલ્લી જગ્યામાં પડેલી ખેડૂતોની જણસી ઉપાડી લેવા સૂચના

રાજકોટ: માવઠાની આગાહીને લઈ જસદણ માર્કેટ યાર્ડે જાહેરાત કરી છે. માર્કેટ યાર્ડમાં શેડમાં જગ્યા હશે ત્યાર સુધી જ જણસીઓ ઉતારાશે તેવી જાહેરાત કરવામાં આવી. 27-28 તારીખે માવઠાની આગાહીને લઈ મહત્વની જાહેરાત કરાઇ છે . ખેડૂતોએ પોતાની જણસી ઢાંકીને લાવવાની પણ સૂચના છે. ખુલ્લી જગ્યામાં પડેલી ખેડૂતોની જણસી ઉપાડી લેવા સૂચના છે. ખેડૂત-વેપારીઓની જણસી ના પલળે તે માટે નિર્ણય લેવાયો છે
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
