<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

દ્વારકામાં શ્રદ્ધાળુઓનો ઘસારો : છેલ્લા આઠ દિવસમાં 6.50 લાખ જેટલા ભાવિકોએ જગત મંદિરે દર્શન કર્યા

નાગેશ્વર, બેટ દ્વારકા સહિત અનેક નજીકના સ્થળો પર પણ અવિરત ટ્રાફિક

દ્વારકા :નાતાલના વેકેશનમાં દ્વારકામાં હકડેઠઠ ભીડ ઉમટી રહી છે. ગત 21 તારીખથી આજદિન એટલે કે 8 દિવસમાં 6 લાખ 50 હજાર જેટલા શ્રદ્ધાળુઓએ જગત મંદિરે દર્શન કર્યા છે.

હાલ નાતાલના વેકેશનને લઈ સમગ્ર દ્વારકા છેલ્લા 8 દિવસથી હાઉસફૂલ જોવા મળી રહ્યું છે. આગામી 4 થી 5 જાન્યુ 2025 સુધી ભારે ટ્રાફિક રહેવાની સંભાવનાઓ છે. આ માટે જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનમાંથી વધુ સ્ટાફ માંગવી ટ્રાફિક અને દર્શન વ્યવસ્થા જોવાઈ રહી છે. પોલીસ દ્વારા લોકને અપીલ પણ કરાઈ છે કે, આવી રહેલા દરેક શ્રદ્ધાળુઓ પોતાના કિંમતી દાગીના, પર્સ, પોતાના હોટલે જ મૂકીને દર્શન કરવા આવે

સદભાગ્યે પોલીસમાં હજુ સુધી કોઈ અનિચ્છનિય ચોરી કે ચીલઝડપની મંદિર કે અન્ય સ્થળે કોઈ ઘટના બની હોય તેવું જણાયું નથી. આ માટે સમગ્ર પોલીસ તંત્ર દર્શનાર્થીઓને સારી રીતે દર્શન થાય તેવી વ્યવસ્થામાં દિવસ-રાત પ્રયત્ન કરી રહ્યું છે. નાગેશ્વર, બેટ દ્વારકા સહિત અનેક નજીકના સ્થળો પર પણ અવિરત ટ્રાફિક જોવા મળી રહ્યો છે.

(9:10 PM IST)