<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

બોટાદ: ઓઈલ મિલના માલિકનો અપહરણ બાદ હેમખેમ છૂટકારો થયો

ભદ્રાવડી ગામ નજીકથી અપહરણકારો મિલ માલિકનું અપહરણ કરી લઈ ગયા હતા: વીંછીયા નજીક છોડી આરોપીઓ નાસી છૂટ્યા: સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી

બોટાદ: ઓઈલ મિલના માલિકનો અપહરણ બાદ હેમખેમ છૂટકારો થયો. સવારે મિલ પર જતાં સમયે મિલ માલિકનું અપહરણ થયું હતુ. ભદ્રાવડી ગામ નજીકથી અપહરણકારો મિલ માલિકનું અપહરણ કરી લઈ ગયા હતા. ગણતરીના સમયમાં જ અપહરણકર્તાઓએ મિલ માલિકને છોડી દીધા. વીંછીયા નજીક છોડી આરોપીઓ નાસી છૂટ્યા. સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે

(9:16 PM IST)