News of Sunday, 29th December 2024
મોરબીમાં શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા તા. ૩૧ ડીસેમ્બરથી ૦૬ જાન્યુઆરી સુધી દ્વિતીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ૩૧ ડીસેમ્બરના રોજ કથા પ્રારંભ થશે અને તા. ૦૬ જાન્યુઆરીના દિવસે કથાની પુર્ણાહુતી કરવામાં આવશે.
તા. ૩૧ થી શ્રી રઘુવંશી ધામ, ૮ કાયાજી પ્લોટ કોમ્યુનીટી હોલ સામે મોરબી ખાતે કથા યોજાશે જેમાં કથા શ્રવણ સમય સવારે ૯ : ૩૦ થી બપોરે ૧૨ : ૩૦ અને બપોરે ૩ : ૩૦ થી સાંજે ૬ : ૩૦ કલાકનો રહેશે જેમાં પોથીયાત્રા અને સામૈયા ઉપરાંત કથામાં આપતા શ્રી નૃસિંહ પ્રાગટ્ય, શ્રી ગોવર્ધન પૂજા, શ્રી વામન પ્રાગટ્ય, શ્રી રુક્ષ્મણી વિવાહ, શ્રી રામ પ્રાગટ્ય, શ્રી સુદામા ચરિત્ર અને શ્રી કૃષ્ણ પ્રાગટ્ય સહિતના પ્રસંગો ઉજવાશે અને કથાની પુર્ણાહુતી સમયે શ્રી દશાંશ યજ્ઞ યોજાશે તેમજ તા. ૦૬ જાન્યુઆરીના રોજ સાંજે ૬ : ૩૦ કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે મહાપ્રસાદ યોજાશે.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
