<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

કચ્‍છમાં ફરી ભૂકંપના હળવા આંચકા અનુભવાયાઃ ૩.ર ની તિવ્રતા

કેન્‍દ્ર ભચાઉથી ૧૮ કિ.મી. ઉત્તર પૂર્વમાં નોંધાયુઃ ભૂકંપના આંચકાથી લોકો પોતાના ઘરની બહાર નિકળી ગયાઃ કોઇ જાનહાની નથી

અમદાવાદઃ ગુજરાતના કચ્છ જિલ્લામાં  આજે રવિવારે સવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જિલ્લા પ્રશાસને કહ્યું કે હાલમાં ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના સમાચાર નથી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી.

ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 10.06 વાગ્યે નોંધાયો હતો, તેનું કેન્દ્ર ભચાઉથી 18 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. આ મહિનામાં જિલ્લામાં 3 થી વધુની તીવ્રતાની આ ત્રીજી ધરતીકંપની પ્રવૃત્તિ છે. અગાઉ 23 ડિસેમ્બરે કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

 

ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર આવી ગયા હતા.  જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. ડિસેમ્બર મહિનામાં કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 7 ભૂકંપના આંચકા અનુભવાઈ ચૂક્યા છે. 

(3:28 PM IST)