News of Monday, 30th December 2024
પવિત્ર ધનુર્માસ-સોમવતી અમાસ નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને રંગબેરંગી સેવંતી તથા હજારીગલના ફુલોનો દિવ્ય શણગાર
પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનમા યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ

રાજકોટ તા.૩૦ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ-સોમવતી અમાસ નિમિત્તે આજે સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને રંગબેરંગી સેવંતી તથા હજારીગલના ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે.આજે સવારે 5:45 કલાકે શણગાર પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે સેવંતી તથા હજારીગલના ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે. દાદાને સિલ્કના વાઘા કલરફૂલ ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે. તેમજ તલવાર,ઢાલ,ગદા વગેરે ધરાવાયા છે.
પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.૧૬ -૧૨-૨૦૨૪ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૭ થી ૧૨ અને સાંજે : 3 થી ૬ કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે. હજારો ભક્તોએ આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
