News of Monday, 30th December 2024
લોધીકા રીબડા જર્જરિત રોડ ઉપરના મસમોટા ખાડાને ફુલહાર કરી શિવસેનાએ પ્રાર્થના કરી
નિંદ્રાધીન તંત્રને જગાડવાનો નવતર પ્રયોગ

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા.૩૦: એક વર્ષ પહેલા મંજૂર થઈ ગયેલ અને જેનું ખાતમુહૂર્ત પણ થઈ ગયેલ છે તે લોધિકા રીબડા રોડ હાલ અત્યંત બીસ્માર હાલતનો થઈ ગયેલ છે વારંવાર રજૂઆતો કરવા છતાં કંઈ થતું ન હોય નિંદ્રાધીન તંત્રને જગાડવા લોધીકા શિવસેનાએ રોડ વચ્ચેના મસ મોટા ખાડાને ફુલહાર કરી પ્રાર્થના કરેલ કે રોડના ખાડાને પરિણામે કોઈ નિર્દોષ વાહન ચાલકો અકસ્માત નોતરી બેસે તે પહેલા તંત્રને સદબુદ્ધિ મળે અને રોડનું કામ સત્વરે શરૂ કરવામાં આવે.
તસવીરમાં ખાડાને ફુલહાર કરી રહેલ તાલુકા શિવસેનાના પ્રમુખ ગૌરવ અંશોરા ઉપપ્રમુખ અશોક વસોયા આંબાભાઈ રાખૈયા છગનભાઈ પટોરીયા વીઠલભાઈ શીંગાળા રાજુભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહેલા હતા.(
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
