<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

મુન્દ્રામાં અડધો કીલો ગાંજા સાથે હુસેન ઉર્ફે સંજયદત્ત ઝડપાયો: ટેમ્પોમાંથી વધુ બે કીલો ગાંજા સાથે મહિલા અને પુરુષ ઝડપાયા

દારૂ સાથે કચ્છમાં ગાંજા જેવા ડ્રગ્સનું દૂષણ વધ્યું, આરોપીઓને કડક સજા જરૂરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ :  પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે મુન્દ્રાના સુખપર વાસમાંથી ૫૪૭ ગ્રામ માદક પદાર્થ ગાંજા સાથે હુસેન ઉર્ફે સંજયદત્ત રમજાન સમેજા (ઉ.૪૪) ને ઝડપી પાડ્યો હતો. બીજા બનાવમાં મુન્દ્રા પીઆઈ આર.જે. ઠુમ્મરે મુન્દ્રા તા.ના કાંડાગરા પાટિયા પાસે બાતમીના આધારે વોચ ગોઠવી ટેમ્પો માંથી ૧ કિલો ૮૪૪ ગ્રામ ગાંજા સાથે અબ્બાસ ઉર્ફે અભુભખર સુલેમાન કુંભાર અને મહિલા તેજબાઈ રામજી રૂપાણી ને ઝડપી પાડયા હતા. બંને આરોપી હાલ ગુંદાલા (તા.મુન્દ્રા) રહે છે. પોલીસે બંને ગુનામાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં દારૂ ઉપરાંત ગાંજા સહિતના અન્ય ડ્રગ્સ નું વિસ્તરતું નેટવર્ક અને વેંચાણ વર્તમાન પેઢીને તો વિનાશના પંથે લઈ જઈ રહ્યું છે પણ ભાવિ પેઢી માટે પણ વિનાશકારી બને એ પહેલાં કડક સજાની જોગવાઈ અનિવાર્ય છે. કચ્છના નાના તાલુકા મથકો તેમ જ ગ્રામીણ વિસ્તારો અને હાઈવે હોટલો સુધી વ્યસન નું નેટવર્ક વિસ્તરી ગયું છે.

(10:43 AM IST)