News of Monday, 30th December 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી યથાવતઃ નલીયા ૬.પ, ગિરનાર ૬.૯ ડીગ્રી
આખો દિવસ મંદ ગતિએ ફુંકાતા પવનથી શિયાળાનો માહોલ બરાબરનો જામ્યોઃ સર્વત્ર ટાઢોડુ

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી અને ઠાર યથાવત છે અને સર્વત્ર ટાઢોડુ છવાઇ ગયું છે. આજે કચ્છનાં નલીયામાં ૬.પ, ગીરનાર ૬.૮, ભુજ ૧૦.૮, રાજકોટમાં ૧૧, અમરેલીમાં ૧૪.ર ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું છે.
સર્વત્ર મંદ ગતિથી પવન ફુંકાઇ રહ્યો હોવાથી આખો દિવસ ઠંડક સાથે શિયાળાની જમાવટ થઇ રહી છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : આજે સવારે ગિરનાર ૬.૮ ડિગ્રી તાપમાનથી ઠંડોગાર થઈ ગયો હતો જેની ગાઢ ધુમ્મસનું આક્રમણ થતા આહલાદક નજારો જોવા મળ્યો હતો.
રવિવારે જૂનાગઢનું સિઝનનો સૌથી ઓછું લઘુતમ તાપમાન ૮.૬ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે પારો ૩.૨ ડિગ્રી ઉપર ચડીને ૧૧.૮ ડિગ્રીએ સ્થિર થતા કાતિલ ઠંડીથી એકંદરે આંશિક રાહત અનુભવાય હતી. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૯ ટકાએ પહોંચી જતા વારથી ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું જેના પરિણામે ઠંડીનું મોજુ યથાવત રહ્યું હતું.
ગિરનાર પર્વત પર રવિવારે સિઝનની સૌથી વધુ ૩.૬ ડિગ્રી નોંધાઈ હતી અને હિમાલય જેવો માહોલ છવાઈ ગયો હતો પરંતુ આજે સવારે લઘુતમ તાપમાન વધીને ૬.૮ ડિગ્રી નોંધાયું હતું પરંતુ વાતાવરણમાં ભેજ વધુ રહેતા ગિરનાર પર્વતની યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકોએ કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ આજે સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ઘટીને ૩.૯ કિલોમીટરની થઈ જતા ઠંડા પવન ઘટયા હતા.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર તરફથી મળેલ તાપમાન ના આંકડા તા. ૩૦ ના નીચે મુજબ છે. લઘુતમ તાપમાન ૧૪.ર, મહત્તમ તાપમાન ર૪.પ, ભેજનું પ્રમાણ ૬ર ટકા, પવનની ગતિ ૬.૪ કિ. મી. રહી છે. (પ-૮)
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર પર્વત ૬.૮ ડીગ્રી
અમદાવાદ ૧૩.૭ ડીગ્રી
અમરેલી ૧૪.ર ડીગ્રી
બરોડા ૧૬.ર ડીગ્રી
ભાવનગર ૧પ.પ ડીગ્રી
ભુજ ૧૦.૮ ડીગ્રી
દમણ ૧૮.૮ ડીગ્રી
ડીસા ૯.૬ ડીગ્રી
દીવ ૧પ.૮ ડીગ્રી
દ્વારકા ૧૬.૩ ડીગ્રી
જામનગર ૧૪.ર ડીગ્રી
કંડલા ૧૩.૦ ડીગ્રી
નલિયા ૬.પ ડીગ્રી
ઓખા ૧૭.૬ ડીગ્રી
પોરબંદર ૧૪.૬ ડીગ્રી
રાજકોટ ૧૧.૦ ડીગ્રી
સુરત ૧૮.ર ડીગ્રી
વેરાવળ ૧૭.પ ડીગ્રી
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
