<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

પદ, પૈસા, પ્રતિષ્‍ઠાને પામ્‍યા બાદ સમાજને પાર્ટનર ગણી પરત આપવામાં પાછીપાની ના કરવીઃ રમેશભાઇ ઓઝા

સિદસરમાં ૧& શતાબ્‍દી મહોત્‍સવમાં કર્મયોગી સંમેલન શ્રી ઉમિયા સમૃધ્‍ધયોજના-૩ પાટીદારોની ભાવી પેઢી માટે ઉજજળ ભવિષ્‍યનો પાયો નાખશેઃ બી.એમ. ઘોડાસરા ભારતને સોનેની ચીડીયા બનાવવા તમામ સમાજમાં સમરસ્‍તા જરૂરીઃ રવિન્‍દ્ર કીલકોર, પોતાના સમાજના દુષણો દુર કરી સૌ સમાજને સહિયારી સમરસ્‍તા કેળવવા હાકલઃ સંજયભાઇ કોરડીયા

રાજકોટ આલેચ પર્વતમાળાની ગોદમાં વેણું નદીના તટ પર આવેલા કડવા પાટીદારના કુળદેવી માં ઉમિયાના સાનિધ્‍યમાં યોજાયેલ શ્રી ૧& શતાબ્‍દી મહોત્‍સવમાં ત્રણ દિવસમાં લાખો પાટીદારોએ વિવિધ સંમેલનો, પ્રદર્શનો, યજ્ઞ અને માં ઉમીયાના દર્શનનો લાભ લઈ ધન્‍યતા અનુભવી હતી. આજે ચોથા દિવસે કર્મયોગી સંમેલનમાં સનદી અધિકારીઓ સમાજ વિકાસ થકી રાષ્‍ટ્ર વિકાસમાં સહભાગી થવાનો સુર વ્‍યકત કર્યો હતો. રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે માં ઉમીયાના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.

માં ઉમિયાની આરાધના થકી સરસ્‍વતીની સાધના ના સુત્ર સાથે યોજાયેલા શ્રી ૧& શતાબ્‍દી મહોત્‍સવમાં આજે  પોરબંદર સાંદિપની આશ્રમના ભાગવતચાર્ય શ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્‍યું હતુ કે, ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા કડવા પાટીદાર સમાજના ઉત્‍થાન માટે થતા સામાજિક વિકાસના કાર્ય એ જ માં ઉમિયાની સાચી આરાધના છે. પાટીદાર સમાજમાં કર્મશીલતા જોવા મળે છે. માનવદેહ દેવતાઓ માટે દુલર્ભ છે. સમાજમાં પદ, પૈસા, પ્રતિષ્ઠા પામ્‍યા હોય ત્‍યારે પ્રમાણિક રીતે સામાજને પાર્ટનર ગણી પરત આપવામાં પાછીપાની કરવી ન જોઈએ. તેવી શીખ આપી હતી.

શ્રી ઓઝાએ સંમેલનમાં પાટીદારોને સંબોધતા કહ્યુ હતું કે, ઈશ્વરે આપેલી ભુમીકા નિષ્ઠાથી અઘ કરી કર્મયોગી બની રાષ્‍ટ્ર નિમાર્ણમાં સહભાગી થવું જોઈએ. સમાજમાં બુદિધશાળી ધનપતિઓએ છેવાડાના પીડીત માણસની પણ ચિંતા-ચિંતન કરવું જોઈએ. સ્‍વાર્થપુર્તીતા સાથે દેશ કલ્‍યાણ ન થઇ શકે. વ્‍યકિતઓનો સમુહ નહિ પરંતુ સમજયુકત સમાજ રાષ્‍ટ્રનિર્માણ કરી શકે.

ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા પાટીદાર સમાજના ઉત્‍થાન માટે અમલી બનાવાયેલ ૪૦૦ કરોડની ઉમિયા સમૃધ્‍ધિ યોજના-૩ ના ચેરમેન તથા કર્મયોગી સંમેલન ના અધ્‍યક્ષની બી.એચ.ધોડાસરા(પૂર્વ કલેકટર)એ જણાવ્‍યું હતું કે, દાતાઓના દાન અને કર્મયોગીના પુરૂષાર્થ થકી શ્રી ઉમીયા સમળધ્‍ધિ યોજના-૩ માં રાજકોટ અને અમદાવાદમાં શૈક્ષણિક ભવનો નિમાર્ણ પામશે. પાટીદાર સમાજની આવનારી પેઢી શિક્ષીત બની આત્‍મનિર્ભર ભારતના નિમાર્ણમાં પોતાનું યોગદાન આપે તેવી નેમ વ્‍યકત કરી હતી. કર્મયોગી સંમેલનમાં સમળધ્‍ધિ યોજના-ર અને સમળધ્‍ધિ યોજના-૩ માં દાનઆપનાર દાતાઓનું સન્‍માન કરવામાં આવ્‍યુ હતું.

કર્મયોગી સંમેલનમાં સી.જે.પટેલે જણાવ્‍યું હતું કે, પાટીદાર સમાજના યુવાનો વધુ ને વધુ સંખ્‍યામાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓમાં ઉતીર્ણ થઈ સનદી અધિકારીઓ બની છેવાડાના માનવીને ઉપયોગી થઈ ખરા અર્થમાં કર્મયોગી બને તેવી નેમ વ્‍યકત કરી હતી. મહિલા ડી.વાય.એસ.પી. તેજલબેન પટેલે શ્રી ઉમિયા માતાજી મંદિર દ્વારા ચાલતા આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્‍ટર થકી પોતાના સહીત અનેક યુવાનોની કારકીર્દી માટે ઉપયોગી બન્‍યું છે. ત્‍યારે સમાજના ઋણી હોવાનું જણાવ્‍યું હતું.

સમરસતા સંમેલનમાં અધ્‍યક્ષ તરીકે ઉમિયા સમુધ્‍ધિ યોજના-૨ ના મહાપદ્મ દાતા ધનજીભાઈ પટેલ, મુખ્‍ય વકતા તરીકે રાષ્‍ટ્રીય સેવક સંઘ નાગપુરના અખીલ ભારતીય સહસંયોજક રવિન્‍દ્ર કિટકોડેએ પાટીદાર સમાજના મહોત્‍સવના આયોજનને બિરદાવતા જણાવ્‍યું હતું કે, દાતાઓ, સ્‍વયંસેવકોની શ્રધ્‍ધા વિચાર અલગ હોય પરંતુ અંતે તેઓ સમાજ નવનિર્માણ અને રાષ્‍ટ્ર નિર્માણ માટે કામ કરી રહ્યા છે. ભારત બદલી રહયુ છે ત્‍યારે એક વ્‍યકિત એક સમાજના બદલે તમામ સમાજ રાષ્‍ટ્ર નો વિચાર થવો જોઈએ.

મહોત્‍સવના સ્‍વયંસેવક સમિતિના પ્રભારી અને જુનાગઢના ધારાસભ્‍ય સંજયભાઈ કોરડીયાએ વ્‍યકિતથી મોટો સમાજ, સમાજથી મોટું રાષ્‍ટ્ર ની ભાવના સાથે તમામ સમાજો પોતાના સમાજના દુષણો દુર કરી સમરસતાનો સમન્‍વય કરે તો રાષ્‍ટ્રનો વિકાસ થશે તેવું જણાવ્‍યુ છે. જયંતીભાઈ ભાડેશીયા તથા જામનગર ના રઘુવંશી અગ્રણી જીતુભાઈ લાલ તેમજ જૈન સમાજના અગ્રણી ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ જે.એમ.શાહ એ પ્રાસંગીક ઉદબોધન કર્યા હતા. મુખ્‍યમહેમાન તરીકે ગોંડલ સ્‍ટેટના જયોર્તિમયસિંહજી જાડેજા,રાષ્‍ટ્રીય સેવક સંધના મહેશભાઈ જીવાણી અતિથિ વિશેષ તરીકે જામનગર દક્ષિણના ધારાસભ્‍ય દિવ્‍યેશ અકબરી, રાજકોટ દક્ષિણના ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, જામજોધપુરના ધારાસભ્‍ય હેમંત ખવા. વિશ્વ હિન્‍દુ પરિષદ સૌરાષ્‍ટ્ર પ્રાંતના મંત્રી ભુપતભાઈ ગોવાણી તથા સર્વ સમાજના સમગ્ર સૌરાષ્‍ટ્રના સમાજ શ્રેષ્ઠી તથા સામાજીક અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

અતિથિ વિશેષ તરીકે પૂર્વ કલેકટર સી.જે. પટેલ, રમેશભાઈ માકડીયા, આઈ.પી.એસ. એડી‘લ ડી.જી. પિયુષભાઈ પટેલ, આઈ.એ.એસ. કલેક્‍ટર એસ.ડી.ધાનાણી, પ્રેસ કાઉન્‍સીલ ઈન્‍ડીયાના સેક્રેટરી ધીરજભાઈ કાકડીયા, આઈ.એ.એસ. કલેકટર અનિલ ધામેલિયા, યાત્રાધામ વિકાસના સચિવ રમેશભાઈ મેરજા, આઈ.એ.એસ. જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, ડેપ્‍યુટી ડાયરેકટર માહીતી અને પ્રસારણ વિભાગના ડો. ચિરાગ ભાલોડીયા, આઈ.એ.એસ. કાર્તિક જીવાણી, આઈ.આર.એસ. મનિષ અજુડિયા, એડી‘લ કલેકટર કિશોર ભાલોડીયા, નિલેશ ગોવાણી, જીતેન્‍દ્ર ભોરણીયા, ભરત પટેલ, ધર્મેશ પટેલ. ડી.વાય.એસ.પી. કે.ટી. કામરીયા, આર.પી. ધરસંડીયા, તેજલબેન પટેલ, પી.ડી. મણવર, એચ.એમ. કણસાગરા, હાર્દિક માકડીયા, સી.ઈ.જી.ઈ.ટી.સી. ઓ. એસ.જી.કાંજીયા, કળષિ વિજ્ઞાન કેન્‍દ્રના સીનીયર સાયન્‍ટિસ્‍ટ ડો. કાંતિલાલ પી. બારૈયા, બાગાયત વિભાગના સંયુકત નિયામક રમણીક એચ. લાડાણી, એસ.ટી. નિગમના મેનેજર પી.એમ. પટેલ, સિનીયર ડેપો મેનેજર શૈલેષ કલોલા ઉપસ્‍થિત રહયા હતા.

બપોરબાદ યોજાનાર ઉદ્યોગપતિ વ્‍યાપારી સંમેલનમાં સમારોહના અધ્‍યક્ષ તરીકે મહોત્‍સવના મુખ્‍ય યજમાન જગદીશભાઈ કોટડીયા, મુખ્‍ય મહેમાન મહાપદ્મ દાતા જયસુખભાઈ ઓ. પટેલ, અતિથિ વિશેષ તરીકે ભોપાલના રાજનભાઈ પરસાણીયા, સ્‍પીડવેલ એબ્રેસિવના દિલીપભાઈ ઘરસંડીયા, મહાલક્ષ્મી ગ્રુપના અબજીભાઈ ધોળુ, વિશ્વાસ ગ્રુપ સુરતના હરેશભાઈ પરવાડીયા, રોયલ ટચ લેમિનેટના જીતુભાઈ પટેલ, સિમ્‍પોલો ગ્રુપ મોરબીના જીતુભાઈ અધારા, પાણ એગ્રી ગ્રુપના મનસુખભાઈ પાણ, મેકો કોર્પોરેશન કલકતા ના નાગેશભાઈ ટીલવા, એપલ બેસનના સંજયભાઈ કોરડીયા, વરમોરા ગ્રુપના પ્રકાશભાઈ વરમોરા, ઓરબીટ બેરીંગના વિનેશભાઈ ટીલવા, ઈટાલિકા ગ્રુપના મોરબી ના શૈલેષભાઈ વૈ‘ાણી, ગોપાલ તોકતાા બીપીનભાઈ હદવાણી, ગોકુલ નમકીન પ્રફુલભાઈ હદવાણી, ઇરોઝ સેનેટરી કરશનભાઈ આદ્રોજા, હાઈબોન્‍ડ સિમેન્‍ટ રાજનભાઈ વડાલીયા, અમદાવાદના વિનુભાઈ રબારા, હાઈપાવર એન્‍જી. ના જેન્‍તીભાઈ ગુડલિયા, મુરલીધર ગ્રુપના રમેશભાઈ રાણીપા, રાજકોટના ધરમશીભાઈ સિતાપરા, ગૌતમભાઈ ધમસાણીયા, રમણભાઈ વરમોરા, ધવત બેવરેજીસના ચંદુભાઈ ખાનપરા, સનફોર્જના રાજેશભાઈ કાલરીયા, એન્‍જલ પમ્‍પના કિરીટભાઈ આદ્રોજા, રાજકોટના અરવિંદભાઈ પાણ, સફર ગ્રુપના પરેશભાઈ ભાલોડીયા, મોટા ગ્રુપ મોરબીના મહેન્‍દ્રભાઈ ફેફર ઉપસ્‍થિત રહેશે.

 ઉમીયાધામ મહોત્‍સવમાં સાગર પટેલ સહિતના કલાકારોએ જમાવટ કરી

સ્‍વયંસેવકોએ ડાયરાની મોજ માણી

રાજકોટઃ સિદસર ખાતે શ્રી ૧& શતાબ્‍દી મહોત્‍સવમા઼ શ્રમદાન-સમયદાન આપનાર ૬પ૦૦ થી વધુ સ્‍વયંસેવકોના મનોરંજન માટે યોજાયેલા સાગર પટેલ સહિતના કલાકારોના ડાયરાની રંગત સ્‍વયંસેવકોએ માણી હતી. માં અમે તૈયાર છીએ ફેઇમ કલાકાર સાગર પટેલ, યોગીતાબેન પટેલ, જોય પટેલ અને સુરેશ પટેલ ઉસ્‍તાદ સહિતના કલાકારોનો ડાયરો યોજાયો હતો.

(11:17 AM IST)