<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

વાંકાનેરના ભીમગુડામાં વૃધ્‍ધ કરમશીભાઇ, નાના ભાઇ કરસનભાઇ પર હુમલોઃ એક ભાઇને હાથ-પગમાં ફ્રેકચર

કરમશીભાઇનો દિકરો મઢે દર્શન કરવા જતાં સંજય વીંજવાડીયા સહિતે તું અહિ કેમ આવ્‍યો કહી ડખ્‍ખો કર્યો

રાજકોટ તા. ૩૦: વાંકાનેરના ભીમગુડા ગામે રહેતાં બે ભાઇઓ પર ગામના જ શખ્‍સોએ માતાજીના મઢ નજીક ધોકા-પાઇપથી હુમલો કરતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. જેમાં એક ભાઇના હાથ-પગ ભાંગી ગયા છે. ઘાયલ પૈકીના એકનો દિકરો મઢે દર્શન કરવા ગયો ત્‍યારે તું અહિ શું કામ આવ્‍યો કહી માથાકુટ થતાં તેણે પિતા, કાકાને ફોન કરીને બોલાવતાં આ બંને પર હુમલો થયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ભીમગુડા ગામે રહેતો ભરત કરમશીભાઇ વીંજવાડીયા નામનો યુવાન ગામમાં માતાજીના મઢે પ્રસંગ હોઇ પગે લાગવા અને પ્રસાદી લેવા ગયો ત્‍યારે ત્‍યાં હાજર કુટુંબીઓ સંજય નરસી, મેહુલ નરસી, મુકેશ નરસી સહિતે અહિ તારે આવવું નહિ, તું શું કામ આવ્‍યો કહી ઝઘડો કરતાં ભરતે ફોન કરીને પોતાના પિતા કરમશીભાઇ લક્ષમણભાઇ વીંજવાડીયા (ઉ.વ.૬૦) અને કાકા કરસનભાઇ લક્ષમણભાઇ વીંજવાડીયા (ઉ.વ.૫૨)ને બોલાવતાં આ બંને આવતાં તેના પર ધોકા-પાઇપના ઘા થયા હતાં. જેમાં કરસનભાઇનો એક હાથ અને એક પગ ભાંગી ગયો હતો. જ્‍યારે કરમશીભાઇને માથામાં ઇજા થઇ હતી. વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી

(12:12 PM IST)