News of Monday, 30th December 2024
ઓખામાં માછીમાર યુવાનને હૃદયરોગનો હુમલો

જામ ખંભાળિયા, તા. ૩૦ ઓખાના આર.કે.બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વતની રાજેશભાઈ માવજીભાઈ ટંડેલ નામના ૪૫ વર્ષના માછીમાર યુવાન રાત્રિના સમયે બોટની કેબિનમાં સુતા હતા, ત્યારે મધ્યરાત્રીના સમયે તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મળત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ ભુપેન્દ્રકુમાર ટંડેલએ ઓખા મરીન પોલીસને કરી છે.
મીઠાપુર, સલાયામાં જુગાર રમતા બે મહિલા સહિત પાંચ ઝડપાયા
મીઠાપુર પોલીસે ઝુપડપટ્ટી વિસ્તારમાંથી ઉષાબેન રમેશભાઈ, ગીતાબેન મોહનભાઈ અને વિકી ગોવિંદભાઈને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. સલાયા ટાઉન વિસ્તારમાંથી પોલીસે બશીર અલીભાઈ ઘાવડા અને સિરાજ અબ્દુલઅજીજ સૈયદને જુગાર રમતા ઝડપી લીધા હતા.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
