News of Monday, 30th December 2024
ગોંડલમાં બુધવારથી રમેશભાઇ ધડુક પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથા
વૈષ્ણવાચાર્ય પૂ. ગોસ્વામી ૧૦૮ ગૌવર્ધનેશજી મહોદય કથાનું રસપાન કરાવશે

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ, તા. ૩૦: ગોંડલમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વૈષ્ણવી નગરી ગોંડલના આંગણે નવનિર્મિત શ્રી ગોવિંદકુંજ હવેલી ખાતે શ્રી પુરષોતમ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે ૧ જાન્યુઆરી થી ૯ જાન્યુઆરી સુધી શ્રીમદ્દ ભાગવત કથાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે તેને લઈને ગત રાત્રીના જેતપુર રોડ પર દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે એક ભવ્ય મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વે સમાજના આગેવાનો, અલગ અલગ સામાજિક સંસ્થાઓના આગેવાનો, ઉદ્યોગપતિઓ, મહિલા મંડળો અને યુવાનો સાથે કાર્યક્રમની રૂપરેખાઓ જણાવવામાં આવી હતી. જેમાં કથાના મુખ્ય મનોરથી અને પૂર્વ પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુક ઉપસ્થિત રહ્યા હતા અને ધડુક પરિવાર દ્વારા સૌને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
વૈષ્ણવાચાર્ય પરમ પૂજય ગોસ્વામી ૧૦૮ શ્રી દામોદરલાલજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી સોમયાજી દીક્ષિત વૈષ્ણવાચાર્ય પરમ પૂજય ગોસ્વામી ૧૦૮ શ્રી હરિરાયજી મહોદયના નેતળત્વમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. ગોંડલ ખાતે નવનિર્મિત ‘શ્રી ગોવિંદકુંજ હવેલી' ના શુભ મંગલ ‘શ્રી પુરૂષોત્તમ પ્રતિષ્ઠા મહોત્સવ' અવસરે આ શ્રીમદ્ ભાગવત કથામળત મહોત્સવ અને છપ્પનભોગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આચાર્યપીઠ ઉપર બિરાજી વૈષ્ણવાચાર્ય પરમ પૂજય ગોસ્વામી ૧૦૮ શ્રી ગોવર્ધનેશજી મહોદય પોતાની રસમય મધુર વાણીમાં કથાનું રસપાન કરાવશે. કથાના સમય બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી રહેશે તો શ્રીજી મનોરથ માટે સમય સાંજે ૬.૩૦ થી ૭.૩૦ સુધી રહેશે.
શ્રી પુરૂષોત્તમ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પૂર્વ પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુકના નિવાસસ્થાને થી ૧ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ બપોરે ૧.૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નવનિર્મિત ‘શ્રી ગોવિંદકુંજ હવેલી' ખાતે જશે ત્યાર બાદ કથા સ્થળ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે પહોંચશે. જે બાદ ૨ જાન્યુઆરીના શ્રીજી પ્રથમ દર્શન સવારે ૯:૧૫ કલાકે થશે અને ૪ જાન્યુઆરીએ પ્રથમ છપ્પનભોગ મહોત્સવ સાંજે ૬:૩૦ કલાકથી યોજાશે અને ૯ જાન્યુઆરીના રોજ શ્રી ગોવર્ધનપુજા સવારે ૧૦ કલાકે અને અન્નકુટ દર્શન બપોરે ૨:૩૦ કલાકે યોજાશે. આ કથા દરમિયાન અનેક આમંત્રિત મહેમાનો પણ ઉપસ્થિત રહેશે.
શ્રીમદ્ ભાગવત કથામળત મહોત્સવના મનોરથી ગૌ.વા. લવજીભાઈ નાયાભાઈ ધડુક, ગૌ.વા. ઉજીબેન લવજીભાઈ ધડુક ના સ્મરણાર્થેપૂર્વ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, મંજુલાબેન રમેશભાઈ ધડુક, નૈમિશભાઈ રમેશભાઈ ધડુક, મોનાબેન નૈમિષભાઈ ધડુક, સાવનભાઈ ધડુક, ફ્રેનિકુમાર રમેશભાઈ વેકરીયા, દ્રષ્ટિબેન ફ્રેનિકુમાર વેકરીયા, નરેન્દ્રભાઈ લખમણભાઈ ભાલાળા, જીયા, જીવીકા, તેજ અને આહના સહિતના મનોરથી પરિવાર આ ઉત્સવ યોજાશે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
