News of Monday, 30th December 2024
કેશોદનો શખ્સ કારમાં ઇંગ્લિશ દારૂની ૩૩૬ બોટલ સાથે પકડાયો
પહેલા બે શખ્સને પકડી બાદમાં બુટલેગરને ૩.૪૩ લાખના મુદ્દામાલ સાથે પકડ્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦ કેશોદની પ્રજાપતિ સોસાયટીમાં રહેતો વિશાલ માલદે દાસા અને માંગરોળ રોડ પર રહેતો લખુ ખીમા કોડીયાતરને રૂપિયા ૯,૨૦૦ની કિંમતના ઇંગ્લિશ દારૂની ૯૨ બોટલ સાથે પકડી લીધા હતા.
પૂછપરછમાં દારૂનો જથ્થો કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ રચના એપાર્ટમેન્ટમાં રહેતો ઉત્સવ વિજય ગોસ્વામી પાસેથી મેળવ્યો હોવાનું ખૂલતાં પોલીસે ઉત્સવ વિજયને એપાર્ટમેન્ટના ર્પાકિંગમાંથી કારમાં વિદેશી દારૂની ૩૩૬ બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે બુટલેગર પાસેથી દારૂ, કાર, મોબાઈલ સહિત ૩૪૩૬૦૦નો મુદ્દામાલ કબજે લઈ બુટલેગરને દારૂ આપનાર માળીયાહાટીના તાલુકાના ભંડુરી ગામનો પ્રફુલ તનના સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
