<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

બીલખાના ચોરવાડીની યુવતીનો માનસિક બીમારીથી કંટાળી આપઘાત

પિતાના ઘરે ગળાફાંસો ખાઈને મોતને મીઠું કર્યું

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. ૩૦ :  જુનાગઢ પાસેના બીલખા નજીકના ચોરવાડી ગામના પુજાબેન મોહિતભાઈ ડાભી નામની ૨૬ વર્ષની યુવતી માનસિક બીમાર હોય રાજકોટ ખાતે સારવાર ચાલતી હતી.

આ દરમિયાન ૨૯ ડિસેમ્‍બરના રોજ બપોરે પૂજાબેને ચોરવાડી ગામે પિતા બાલુભાઇ ગોપાલભાઈ મોરનાં ઘરે ચોરવાડી ગામે રૂમમાં છતના પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇને મોતને વહાલું કરી લીધું હતું.

યુવતીની આત્‍મહત્‍યાથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્‍યું હતું.

 બીલખા પોલીસે મરનારના પિતાનું નિવેદન લઇ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(2:16 PM IST)