News of Monday, 30th December 2024
વિસાવદર વિધાનસભાની ચૂંટણી અંગે કોર્ટ પાસે ન્યાય
માંગ્યો છે, ન્યાય મળે તેવી આશાઃ હર્ષદ રિબડિયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૩૦ વિસાવદરના મોટી મોણપરી ગામે ઇકોઝોન મુદ્દે જનસભામાં હર્ષદભાઇ રિબડીયાની હાજરી બાદ પૂર્વ ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી તથા ‘‘આપ''ના ગોપાલભાઈ ઈટાલીયાના આકરા નિવેદનો બાદ હર્ષદ રિબડીયાએ જણાવ્યું છે કે, હું ગત વિધાનસભાની ચૂંટણીમાં ભૂપત ભાયાણી સામે હાર્યો ત્યારબાદ મેં એક માસમાં નિયમ મુજબ હાઈકોર્ટમાં પીટીશન કરી હતી, પીટીશનમાં દાદ માંગી છે કે ભૂપત ભાયાણીએ તેમના ઉમેદવારીપત્રમાં અનેક વિગતો છુપાવી હતી, જો તે વિગત જાહેર કરી હોત તો તેઓની હાર થઈ હોત અને મારી જીત થઈ હોત, આવી સ્થિતિ વચ્ચે કોર્ટે મને વિજેતા જાહેર કરવો જોઈએ તેવી માંગ કરી છે, મને કોર્ટ પર વિશ્વાસ છે કે મને ન્યાય મળશે જેના કારણે મેં પીટીશન કરી હતી. ભાયાણીએ રાજીનામું આપ્યું ત્યારે તેને ખબર જ હતી કે પીટીશન કરી છે તો શા માટે રાજીનામું દીધુ ? પીટીશન પરત ખેંચવાની વાત કરે છે તે કાયદાકીય ધમકી ગણાય છે, ન્યાયીક પ્રક્રિયા થાય તેમાં સમય લાગતો હોય પરંતુ મને કોર્ટ જીતેલા ઉમેદવાર તરીકે જાહેર કરે તેવી આશા હોવાથી પીટીશન કરીછે જેના લીધે હું પીટીશન પરત ખેંચતો નથી. આ ઉપરાંત અન્ય વ્યક્તિએ પણ પીટીશન કરી છે તેમ રિબડીયાએ જણાવ્યુ છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
