News of Monday, 30th December 2024
અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ બનવામાં અવરોધરૂપ બનતા નકલી લેટરપેડમાં લખાણ કરી વાયરલ કરેલઃ ચારની અટક

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૩૦: ગઇ તા.૨૭/૧૨/૨૦૨૪નાં કોઈ અજાણી વ્યક્તિએ કિશોરભાઇ આર. કાનપરીયા, પ્રમુખશ્રી તાલુકા પંચાયત કચેરી અમરેલીના નામ તથા હોદ્દા વાળો બનાવર્ટ લેટરપેડ કપટપુર્વક બનાવી જેમાં કિશોરભાઇ તથા વિધાનસભાના નાયબ દંડકશ્રીની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે ઇન્ટરનેટના માધ્યમથી પ્રસારીત કરી ગુનો કરેલ હોય, જે અંગે અમરેલી સીટી પો.સ્ટે. ઇન્ફોર્મેશન ટેકનોલજી એકટ ૨૦૦૦ ની કલમ ૬૬ (ડી) મુજબનો ગુન્હો રજી. થયેલ અને આ ગુનાઓની તપાસ અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એ.એમ. પરમાર નાઓઓ કરી રહેલ. આ ગુનામાં (૧) મનિષકુમાર ચતુરભાઈ વઘાસીયા, ઉ.વ.૪૪, રહે. લીલીયા રોડ, ખોડલધામ સોસાયટી ૩, (૨) પાયલબેન અશ્વિનભાઈ ગોટી, ઉ.વ.૨૫, રહે. વિઠ્ઠલપુર (ખંભાળીયા), (૩) અશોકભાઈ કનુભાઈ માંગરોળીયા, ઉ.વ.૫૦, રહે.જસવંતગઢ, (૪) જીતુભાઈ બાવચંદભાઈ ખાતરા, ઉ.વ.૪૬, રહે. જસવંતગઢની અટકાયત કરાઇ છે.
સૌપ્રથમ મનિષભાઇ વઘાસીયાનાઓએ કાગળ ઉપર કાચુ લખાણ અને તાલુકા પંચાયતના પ્રમુખના લેટરહેડ પાયલબેન આપેલ હતુ, જે લખાણ પાયલબેને કોમ્પ્યુટરાઇઝ કરી, તેની નકલ લેટરપેડ વાળા પેડમાં પ્રિન્ટ કાઢી, તેની PDF બનાવીને મનિષભાઇને વોટસએપથી મોકલેલ. બાદ મનિષભાઇએ જે PDF અશોકભાઇ માંગરોનીયાને મોકલેલ હતી અને અશોકભાઈએ મનિષભાઇના કહેવાથી સદર PDF કરેલ લેટરપેડમાં લખાણ ખોટુ હોવાનું જાણવા છતા બનાવટી લેટર જીતુભાઈ ખાતરાને મોકલી આપેલ હતુ અને જીતુભાઈ ખાતરાએ આ બનાવટી લખાણ હોવાનું જાણવા છતા કંઇપણ જાણ્યા વગર પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા માટે લેટરપેડ વાળી PDF સોશિયલ મીડિયામા વાચરલ કરેલ હતી. મુખ્ય આરોપી મનીષભાઈએ બનાવટી લેટરપેડનું લખાણ ભાજપ પક્ષના મહામંત્રી ગુજરાત પ્રદેશ સંગઠન અને ભારતના કેન્દ્રીય ગળહમંત્રી દિલ્હીનાઓને કુરીયરથી મોકલ્યા પાયલબેનને જણાવેલ, જેથી પાયલબેનએ લેટરપેડ વાળા લખાણની બે પ્રિન્ટો કાઢી, કુરીયર કરવામા માટે તેન ટેટનામ મનિષભાઇએ મોબાઈલ ફોનમાં ગુગલ ક્રોમ એપ્લીકેશનથી સર્ચ કરી મેળવી, બન્ને સરનામા પાયલબેનને આપેલા અને કુરીયર દ્વારા પોસ્ટ કરેલ. આ ગુન્હો કરવાનું કારણ આરોપી પોતે વર્ષોથી પક્ષમાં કાર્યકર હોય અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને નાયબ દંડશ્રી દ્વારા તેઓને ભાજપ અમરેલી તાલુકા પક્ષ પ્રમુખ બનાવવામાં અવરોધ બની રહ્યા હતા તેથી તેની છબી ખરડાવવા અને બદનક્ષી કરવા માટે સદર ગુનાને અંજામ આપવામાં આવેલ હતુ.
ઉપરાંત આ કામના તમામ આરોપીઓના પોલીસ રીમાન્ડ લેવામાં આવેલ છે. આ કામના આરોપીઓએ પોતાનો ઉદ્દેશ પાર પાડવા માટે આવા ગંભીર ગુનો આચરેલ હોય જેથી આરોપીઓને આ ગુનો કરવામાં કોણે કોણે મદદગારી કરેલ છે ? અને બીજા કોણ કોણ સંડોવાયેલ છે? તે અંગેની તપાસ ચાલુ છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
