<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

શિયાળાની સિઝનમાં ફળોના ભાવમાં ફેરફાર : ગોંડલ ટ્રેડમાં દાડમના ભાવ બમણા : જાણો અન્ય ફળના ભાવ

મોસંબીનો ભાવ 500થી 1000, જામફળ 500થી 1000, દાડમ 1000થી 2400, સફરજન 2000થી 2400 ભાવ બોલાયો : જાણો અન્ય ફળના ભાવ

ગોંડલ :વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ વિશેની માહિતી આપીશું.

આજે ગોંડલ માર્કેટિંગયાર્ડમાં મોસંબીનો ભાવ 500થી 1000, જામફળ 500થી 1000, દાડમ 1000થી 2400, સફરજન 2000થી 2400, ચીકુ 600થી 800, ટેટી 400થી 700, પપૈયા 300થી 540, સીતાફળ 500થી 1000 અને કેળા 450થી 600 જોવા મળ્યો છે.

(7:15 PM IST)