News of Monday, 30th December 2024
ધોરાજી જુના સ્વામિનારાયણ મંદિર દ્વારા શાકોત્સવ મહોત્સવ સરધારના નિત્ય સ્વરૂપ સ્વામીની હાજરીમાં મહોત્સવ ઉજવાયો
શાકોત્સવમાં દુબઈથી ખાસ હરિભક્તો પધાર્યા:સરધારથી ખાસ પધારેલા નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીએ સાકોત્સવનો અને સ્વામિનારાયણ સંપ્રદાયનો મહિમા સમજાવ્યો: વિદેશની ધરતી ઉપર રહેતા હરિભક્તો પણ બહારનું પાણી પણ પિતા નથી આ પ્રકારની ભક્તિ વિદેશમાં પણ કરી રહ્યા છે:પૂજ્ય પુરાણી સ્વામી મોહનપ્રસાદ સ્વામી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી: ધોરાજી જુના સ્વામિનારાયણ મંદિર દ્વારા શાકોત્સવ મહોત્સવ સરધારના નિત્ય સ્વરૂપ સ્વામીની હાજરીમાં મહોત્સવ ઉજવાયો હતો
ધોરાજી જુના સ્વામિનારાયણ મંદિર દ્વારા કુંભારવાડા સ્વામિનારાયણ મંદિર ગ્રાઉન્ડ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો જેમાં સરધાર સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ધોરાજી જોડા સ્વામિનારાયણ મંદિર એટલે ભગવાન સ્વામિનારાયણનો પ્રસાદીનું સ્થાન ગણાય છે આ સ્થાન ઉપર ભગવાન સ્વામિનારાયણ અનેક પરચાઓ આપ્યા છે તેમજ શાકોત્સવનો મહિમા અને સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષ કથા સાથે માર્ગદર્શન આપ્યું હતું
પૂ.મોહનપ્રસાદ સ્વમી (પુરાણી સ્વામી)એ ભગવાન સ્વામિનારાયણ એ સુરા ખાચર ના ગામ લોયા માં 12 મણ શુદ્ધ ઘી માં 60 મણ રીગળા માં સાક બનાવી ભવ્ય શાકોત્સવ મહોત્સવ ઉજવેલ જે મહિમા સાંજવેલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચંદુભાઈ ચોવટીયા એ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે ભગવાન સ્વામિનારાયણ એ લોકોના જીવન સુધારવા માટે અનેક સંદેશા આપ્યા છે જે અંગે પાંચ મુદ્દા બાબતે લોકોને નિયમોનું પાલન કરવા વિશેષ વક્તવ્ય આપ્યું હતું
આ સમયે પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી એ સભામાં વિશાળ હરિભક્તોની હાજરીમાં જણાવેલ કે દર વર્ષે યોજાતો ધોરાજી સ્વામિનારાયણ મંદિર દ્વારા શાકવત્સવમાં હજારોની સંખ્યામાં લોકો મહાપ્રસાદ લેવા આવે છે રીંગણાના શાકનો મહિમા એટલો બધો મોટો છે કે તમે ગમે ત્યારે શાક બનાવો તો આ પ્રકારનું શાક બનતું નથી પરંતુ એક દિવસ એવો હોય છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ હાજરી આપીને દિવ્ય શાક બનતું હોય છે આવા સમયે આજના આ પ્રસંગે દુબઈથી પણ ખાસ ભૂદેવો હરિભક્તો પધારેલા છે તેઓ પણ વિદેશની ધરતી ઉપર રહીને ભારતીય પરંપરા ને ભગવાન સ્વામિનારાયણના સિંધેલા માર્ગ ઉપર જીવી રહ્યા છે આપણે પણ નિયમોનું પાલન નથી કરતા એ પ્રકારનો ચુસ્ત નિયમ અનુસાર વિદેશની ધરતી ઉપર કરી રહ્યા છે તેવા ભૂદેવ પરિવારને પણ અમો આવકારીએ છીએ અને તેઓનો સ્વાગત કરેલું હતું આ સાથે સ્વામીજી કહેલું કે ભૂદેવ ની દીકરી આજે અહીં પધારેલ છે તેઓએ પણ પોતાના હાથે જ રસોઈ બનાવેલી જમીન તેઓ નિયમ લીધો છે એટલે કોઈ પણ દેશમાં અથવા તો ભારતમાં આવે ત્યારે પણ કોઈના હાથનો જમતા નથી પોતાના હાથે બનાવેલી વસ્તુ જમે છે આ પ્રકારનો નિયમ ખૂબ જ મુશ્કેલી રૂપ હોય છે છતાં પણ ભગવાન સ્વામિનારાયણના આદર્શનું પાલન કરી રહ્યા છે અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છીએ ત્યારે એ પરિવારને પણ અભિનંદન પાઠવ્યા હતા
આ સમયે લેઉઆ પટેલ કેણવણી મંડળ ટ્રસ્ટ નાપ્રમુખ કિશોરભાઈ પટેલ કિશોરભાઈ માવાણી(ઉદ્યોગ પતી) રાષ્ટ્રીય સંઘના ચંદુભાઈ ચોવટીયા તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ તેમજ રાજકોટ નાગરિક બેંકના ડિરેક્ટર તેમજ વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા તેમજ અશોકભાઈ બાલધા રાજુભાઈ બાલધા (એડવોકેટ)તેમજ વિઠ્ઠલભાઈ કોયાણી વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેઓનું પૂજ્ય પુરાણી મોહન પ્રસાદ સ્વામી દ્વારા હાર પહેરાવીને સન્માન કરવામાં આવેલ
તેમજ શાકોત્સવ ના દાતાશ્રી યજમાન શ્રી ઓનું સન્માન કરવામાં આવેલ હતું
આતકે પૂ.શ્રી.બાલકૃષ્ણસ્વામી એ સ્વામિનારાયણ ધર્મ વિસે મહિમા સમજાવેલ તેમજ ઉપલેટા સ્વામિનારાયણ મંદિર ના પૂ ધર્મનંદનસ્વામી વગેરે સંતો મહંતો પધારેલા હતા તેમજ ધોરાજી સ્વામિનારાયણ મંદિર ના કોઠારી સ્વામી ભક્તિ સ્વામી વિગેરે સંતો એ શાકોત્સવ નું રીંગણાં નું સાક ની રસોઈ બનાવી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એ ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો
આતકે ધોરાજી શહેર ના વિવિધ સંસ્થા ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
