<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

શનિવારે જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમે પુ. હરીરામબાપાનો પ્રાગટયોત્‍સવ ઉજવાશે

પૂ. જેન્‍તિરામ બાપાના સાનિધ્‍યમાં દ્વિ દિવસીય કાર્યક્રમો સંતો-મહંતોની ઉપસ્‍થિતિમાં ભજન-સત્‍સંગ-સંતવાણી-લોકડાયરામાં દેવરાજ ગઢવી સહિતના કલાકારો જમાવટ કરશેઃ દેશ-વિદેશથી ભાવિકો ઉમટશે તડામાર તૈયારીઓ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૧ :.. જામજોધપુર તાલુકાના ધુનડા ગામે આવેલ સતપુરણધામ આશ્રમ ખાતે આગામી તા. ૪ જાન્‍યુ. ને શનિવાર અને પોષ સુદ-પ ના રોજ પૂ. સતહરીરામબાપા જન્‍મ જયંતિ હોય જેની પૂ. જેન્‍તિરામબાપાના સાનિધ્‍યમાં ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે.

જેમાં શુક્રવારથી જ આ દ્વિ દિવસીય કાર્યક્રમનો પ્રારંભ થશે જેમાં સવારથી જ પૂ. જેન્‍તિરામબાપાની સત્‍સંગ સભા સાંજે પણ સત્‍સંગ સભા યોજાશે. અને શનીવારના રોજ પૂ. હરીરાબાપાના પ્રાગટયોત્‍સવની ઉજવણીના ભાગરૂપે પૂ. જેન્‍તિરામબાપ, પૂ. બાપાની ચરણ પાદુકાનું પૂજન કરી ભાવવંદના કરશે. અને ત્‍યારબાદ પૂ. જેન્‍તિરામ બાપા તેમના ગુરૂદેવ પૂ. હરીરામબાપાની સેવામાં વિતાવેલ અલૌકીક અવિસ્‍મરણીય પળોનું સત્‍સંગ સભામાં વર્ણન કરશે અને પૂ. બાપાના આશિર્વાદથી જીવનમાં આવેલ પરિવર્તન મુળ સ્‍વરૂપથી ઓળખ સહિતના ગહન વિષયોનું અનુભવગત માર્ગદર્શન પણ આપશે.

અને શનીવારે રાત્રે ૯ કલાકે સંતવાણી લોકડાયરાના કાર્યક્રમમાં લોકસાહિત્‍યકાર દેવરાજભાઇ ગઢવી તેમજ સવદાસભાઇ ગાગલીયા, કેવલ દવે સહિતના કલાકારો જમાવટ કરશે.

આ દ્વિ દિવસીય ઉત્‍સવનો લઇને સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાત-મુંબઇ અને દેશ-વિદેશમાંથી સત્‍સંગીઓ આ કાર્યક્રમનો લાભ લેવા ઉપસ્‍થિત રહેશે તેમજ સંતો-મહંતો પણ ખાસ ઉપસ્‍થિત રહી ધર્મસભામાં આશિવર્ચન પાઠવશે.

આ કાર્યક્રમમાં બહોળી સંખ્‍યામાં ભાવિકો ભાગ લેવાના હોય જેને ધ્‍યાનમાં લઇ આવાસ નિવાસ અને ૧૦ હજારથી વધુ સત્‍સંગીઓ સત્‍સંગનો લાભ લઇ શકે તે માટે તાલપતરીજડીત  ઠંડીથી આરક્ષિત એવુ વિશાળ ડોમ ઉભુ કરવામાં આવ્‍યું છે. અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આશ્રમના  વ્‍યવસ્‍થાપક હસમુખભાઇ શીલુ, રાજેશભાઇ તથા હિતેષભાઇ અને કમલેશભાઇ સહિતના સેવક પરિવાર દ્વારા તડામાર તૈયારી થઇ રહી છે. અને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે.

(10:29 AM IST)