News of Tuesday, 31st December 2024
કચ્છમાં પ્રેમ પ્રકરણમાં યુવતિની તલવાર-ગુપ્તીના ઘા ઝીંકીને હત્યા
કચ્છના ગોધરા ગામે પ્રેમ પ્રકરણમાં યુવતીની કરપીણ હત્યાઃ પ્રેમિકાને અન્ય સાથે જોઈ શંકાશીલ પ્રેમીએ તલવાર ગુપ્તીના ઘા ઝીંકયાઃ સરકારી નર્સની નોકરી કરતી યુવતી અને રીક્ષા ચાલક પ્રેમી વચ્ચે બોલચાલી બાદ શંકામાં ઝનૂનપૂર્વક હત્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૩૧: વર્તમાન સમય સાથે શિક્ષણનું પ્રમાણ ભલે વધ્યું હોય પરંતુ આપસી પ્રેમ પ્રકરણ હોય કે લગ્નજીવન હોય આડા સબંધો, આંતરિક ઝઘડા કે શંકામાં ક્રૂર પણે થઈ રહેલ હત્યાનો ખૂની ખેલ સમાજ માટે કલંકરૂપ તેમ જ શર્મસાર કરતી ઘટના છે. કચ્છના માંડવી તા.ના કોડાય ગામે સરકારી નર્સની નોકરી કરતી ૨૮ વર્ષીય યુવતી ગૌરી તુલસીભાઈ ગરવાની તલવાર અને ગુપ્તીના ઘા ઝીંકી કરાયેલ હત્યાના બનાવે સમગ્ર કચ્છમાં ચકચાર સર્જી હતી. નાનકડા ગામમાં હત્યાનો આ ખૂની ખેલ ખેલાયો. પોતાની યુવાન પુત્રીની લાશ જોઈ માં બાપ અને બહેનની લાશ જોઈ બે ભાઈઓ ઊંડા આઘાતમાં સરી ગયા. ગામમાં ભારે સન્નાટા વચ્ચે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો અને પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીનું પગેરું દબાવી ગણતરીના કલાકોમાં હત્યારા સાગર રામજી સંઘાર સુધી પહોંચી ગઈ. દરમ્યાન સાગર પણ ઝેર પી આત્મહત્યા કરવાની કોશિશ કરી માંડવીમાં હોસ્પિટલમાં દાખલ થયો. અત્યારે પોલીસે તેની સારવાર હેઠળ જ અટક કરી લીધી છે. દરમ્યાન આ કિસ્સાની જાણવા મળતી વિગતો પ્રમાણે હત્યાનો માંડવી તા.ના કોડાય ગામમાં રહે છે અને રીક્ષા ચલાવે છે. તે ગૌરીને પ્રેમ કરતો હતો પણ તેને અન્ય યુવક સાથે બાઈક ઉપર જતી જોઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આમ ઉશ્કેરાટમાં તલવાર અને ગુપ્તીના ઘા ઝીંકી સ્થળ ઉપર જ હથિયારો ફેંકી આરોપી નાસી છૂટયો હતો. જોકે, અન્ય ખબરો મુજબ એક તરફી પ્રેમમાં હત્યા થઈ હોવાની વાત છે. મળતક યુવતીના પરિવારજનો તમામ વાતોથી અજાણ હોવાની પણ વાત છે. જોકે, પોલીસ તપાસમાં હત્યાનું કારણ ખુલશે ત્યારે જે સત્ય બહાર આવશે. પરંતુ હત્યાના આવા હીચકારા બનાવ અટકાવવા યુવા પેઢીમાં સમજ કેળવવી અનિવાર્ય છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
